SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ મર્સિડીસ અને ફર્નાન્ડ કેટલા લોકો સ્પેનમાંથી ત્રણ-ચાર સૈકા પહેલાં આવીને ફ્રાંસમાં માસેંસ આગળ દરિયાકિનારે વસ્યા હતા. સ્પેનમાં પણ કયારે કયાંથી ફરતા ફરતા તેઓ આવેલા તેની કોઈને કશી ખબર નથી; પણ જિપ્સી જેવી એ જાત પિતાની અલગ ભાષા અને રૂઢિ સંકાંઓથી જાળવતી આવી હતી. તે કેમનાં માણસો સુંદર, કસાયેલા શરીરવાળાં તેમ જ તલવારની ધાર જેવાં તીખાં પણ હતાં. ડાને જ્યારે મર્સિીસને ઘેર ગયો, ત્યારે ત્યાં મર્સિડીસને કાકાનો દીકરો ફર્નાન્ડ પિતાની સાથે લગ્ન કરી નાંખવા તેને દબાણ કરી રહ્યો હતે. મર્સિીસનાં માબાપ ગુજરી ગયાં હોવાથી તે એકલી રહેતી હતી અને મુખ્યત્વે સગાંવહાલાંની મદદ વડે જ નભતી હતી. મર્સિડીસ ફર્નાન્ડના ઝનૂની સ્વભાવથી વાકેફ હતી, પરંતુ પોતે ડાન્ટને મનથી વરી ચુકેલી હેઈ, એ બાબતમાં જરાય નમતું આપવા તૈયાર ન હતી. ફર્નાન્ડે ડાન્ટને જાનથી મારી નાખવાની ધમકી આપી, ત્યારેય મર્સિડીસે મક્કમતાથી એટલું જ જણાવ્યું કે, “ડાન્ચે જીવતો નથી એમ જે ઘડીએ મારા જાણવામાં આવશે, તેની બીજી જ ક્ષણે હું ઊંચામાં ઊંચી કરાડ ઉપરથી દરિયામાં કૂદી પડીને આપઘાત કરીશ.” એ બાબતની ફર્નાન્ડને પણ અત્યંત ખાતરી હોવાથી જ તે લાચાર, બની રહ્યો હતો. બરાબર એ જ ક્ષણે ડાન્ટે ત્યાં આવી પહોંચ્યો. ફર્નાન્ડ તેને આવેલો જોઈ, ધૂંધવા અને ફૂંફાડા મારતે ઘરમાંથી બહાર નીકળી ગયો. લા-રિઝર્વ'ના માંડવામાં બેઠેલા કૅડરોએ, ફર્નાન્ડને બહાર નીકળતા જોતાં જ, બૂમ પાડીને પોતાની પાસે બોલાવ્યો. ડેન્ટલર્સને હિસાબે ને
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy