SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ ચડયા પછી પેલે માણસ શ્રી. મોરેલ તરફ જોઈ રહ્યો. શ્રી. મૉરેલ તે વખતે અભિનંદન માટે આસપાસ ફરી વળેલા હજારો હાથ સાથે હાથ મિલાવી અંતરને આનંદ તથા આભાર વ્યક્ત કરતા હતા. યાટ-નૌકામાંથી પેલો માણસ તે જોઈ બોલી ઊઠ્યો : “વિદાય! દયા, માનવતા અને કૃતજ્ઞતાને! હૃદયને વિકસાવતી બધી ભલી લાગણીએને વિદાય! હવે હું પાપીઓને તેમના પાપની સજા કરવા માટે કઠોર ઈશ્વરી દંડ બનવા જાઉં છું– તેટલો જ અચૂક, તેટલો જ કારમે!” કેડરે હીરે વેચે છે બાવાજી હીરો આપીને વિદાય થયા કે તરત દાદર ઉપરથી કેડરોની માંદી સ્ત્રી નીચે ઊતરી. ડેગ્લર્સ અને કાઉંટ મેર્સ જેવા વગદાર મોટા લોકો વિશે ગમે તેવા અજાણ્યાને મોઢે આવી વાત કરવા બદલ તેણે કેડરને ફિટકાર આપે. કેડરોએ કહ્યું, “મૂરખ, એ બધી વાત તેને ન કરી હોત, તે પછી હીરાના પૈસા એ સૌને પણ વહેંચાઈ જાત તેનું શું? હવે આ હીરો આપણને મળ્યો!' કેડરોની સ્ત્રીએ હોઠ મચકોડીને કહ્યું, ‘બબૂચક ભાઈ, એ હીરો છે કે બે કોડીને કાચ છે, તેની તમને પરખ ખરીને!' કેડરો એ છેલ્લી વાત સાંભળીને જરા ચમક્યો તેણે તરત ટોપ પહેરી લીધો અને કહ્યું, “આજે પાસે જ બુકેરમાં મળે છે ત્યાં પેરિસથી કેટલાય ઝવેરીઓ આવે છે. તેમાંના એકને બતાવીને હું હમણાં જ ખાતરી કરી લઉં છું.'
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy