________________
કંડર હીરે વેચે છે
૧૧૩ કેડરો બ્યુકેર તરફ જતે હવે, તે જ વખતે દાણચોરીને દૂધ કરનાર બટુંકિયો પાસેની નહેરમાં જાતખાતાના અમલદારો વડે ઘેરાઈ જતાં, પોતાના વહાણના ભંડકમાંનું ગુપ્ત બાકુ ઉધાડી, પાણીમાં ડૂબકી મારીને તરતો તરતો બહાર નીકળ્યો અને લપાતો-છપાત કેડરોના ઘર તરફ આવવા લાગ્યો.
કૅડરોની મુખ્ય કમાણી આવા દાણચરો અને ચાંચિયાઓની ખાતર-બરદાસ્તમાંથી જ નીકળતી હતી. બટુંોિને ઈરાદો કૅડરોને ત્યાં ખાવા-પીવાનું પરવારી, આકાશમાં ચડી આવેલા ભારે તોફાનનો લાભ લઈ, મોડી રાતે પોતાના વહાણ તરફ પાછા ફરવાનો હતો.
કૅરોની વીશીની પછીતે એકઢાળિયું હતું તે આવા લોકોને માટે જ હતું. પાછલા વાડાની ભત કુદી બટુંકિયો તેમાં પેઠો. મુખ્ય મકાન અને ઢાળિયા વચ્ચે પહેલાં જ્યાં બારણાનું કહ્યું હતું, ત્યાં હવે પાટિયાંની એક પડદી ભરી દીધેલી હતી.
વીશીમાં બહારનું કોઈ મહેમાન છે કે નહિ તે જોવા બટુંકિયોએ પેલી પડદીની ફાટોમાંથી વીશીમાં નજર કરી. તે જ વખતે કેડરો પિતાની સાથે એક ઝવેરીને લઈને વીશીમાં પેઠો.
કેડરોએ નીચેથી બૂમ પાડીને પોતાની પત્નીને ઉપરને માળથી નીચે બોલાવી.
જો પેલા બાવાજીએ આપણને છેતર્યા નથી; આ હીરો સાચો
“શું કહો છો?' કહેતી આનંદથી અને નવાઈથી ઉશ્કેરાયેલી તે માંદલી સ્ત્રી ધડધડાટ દાદરો ઊતરીને નીચે આવી.
પેલા ઝવેરીએ કૅડરો પાસે આ હીરો કેવી રીતે આવ્યું તેની ખાતરી કરવા કૅડરોની સ્ત્રીને બધી વાત ફરી પૂછી જોઈ. ઇટાલી તરફનો એબ બુસોની નામનો પાદરી એડમંડ ડાન્ટ નામના કેદી પાસેથી મળેલો
આ૦ – ૮