________________
હૃદયે, આભારનાં ભરેલાં ! કાઉન્ટ પૅરિસ આવ્યા બાદ તરત જ રાજકુમારી હેદી માટે પણ પરિચારિકાઓ વગેરેની વ્યવસ્થા કરી દીધી. બધી તૈયારીઓ પૂરી થતાં રાજકુમારી હેદી થોડા સમયમાં જ કાઉન્ટના નિવાસસ્થાને તેને માટેના
ઓરડામાં ગોઠવાઈ ગઈ. કાઉન્ટની તે ખરીદેલી ગુલામ હતી, પરંતુ કાઉન્ટ તેને રાજાની કુંવરીની જેમ તથા પિતાના વાત્સલ્યથી સંભાળતો હતે.
કાઉન્ટ હવે હેદી પાસે જઈને તેને જણાવ્યું કે, ફ્રાંસના કાયદા મુજબ અહીં કોઈ કોઈને ગુલામ તરીકે રાખી શકતું નથી. તેથી ફ્રાંસમાં પગ મૂકતાંની સાથે જ નું સ્વતંત્ર વ્યક્તિ બની ગઈ છે; હવે તું પોતાની મરજી પ્રમાણે જવા તથા વર્તવા છૂટી છે. હું તારા મોભા અનુસાર તારે માટે પૈસાની જોગવાઈ કરી આપવા તૈયાર છે.
- જવાબમાં હેદીએ જણાવી દીધું કે, પોતે કાઉન્ટને પોતાના હંમેશના માલિક માનવાની જ સ્વતંત્રતા ભોગવવા ઇચ્છે છે, અને કાઉન્ટ તેની તે સ્વતંત્રતાની આડે ન આવવું!
કાઉન્ટે તેના હૃદયને એકનિષ્ઠ ભાવ જોઈ, તેને ખાતરી આપી કે, સંતાન પોતાની મેળે છૂટું ન પડે ત્યાં સુધી સ્નેહાળ પિતા તેને જેમ છૂટું કરતો નથી, તેમ પોતે પણ હદી આપમેળે છૂટી નહિ થાય ત્યાં સુધી તેને વીલી નહિ મૂકે. - હેદીએ વચ્ચેથી જ કાઉન્ટને બોલતા અટકાવીને કહ્યું. “માલિક! હું તમને છેતરવા માગતી નથી. મારો તમારા ઉપરનો ભાવ મારા પિતા ઉપરના ભાવથી જુદો છે; પિતાના મૃત્યુ પછી હું જીવતી રહી
૧૩૯