SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ ર૭૭ હું તેને મારી સગી બહેન જેવી ગણું છું; તેણે મને કેવા મીઠા બોલથી મારા દુ:ખના કાળમાં કેટકેટલું આશ્વાસન આપ્યું છે, તે હું જ જાણું છું. તેમની કશી સેવા કરવાની મને મળે, તે હું તેને મારું સદ્ભાગ્ય જ સમજું. પણ તમારા જેવાની ઓથ પામેલી તે ભાગ્યશાળી બહેનને મારા જેવાની કશી સેવાની કદી જરૂર ન પડશે.” પરંતુ મારે હદી માટે જ તારી પાસે એક માગણી કરવાની છે. તે તેને તારી બહેન તરીકે હમણાં ઓળખાવી. તે હવેથી તે તારી સાચી બહેન બને. મારા પ્રત્યે તું જે કાંઈ ત્રણ માનતી હોય, તે તું તેને સાથ અને એથ આપીને વાળી શકશે; આજથી તે હવે જગતમાં એકલી પડશે.' એકલી પડશે?” પાછળથી હૈદીને અવાજ આવ્યો. કારણ કે, કાલથી તું મારા હાથમાંથી મુક્ત બનશે, અને તારું સમુચિત સ્થાન જગતમાં પ્રાપ્ત કરશે. તું એક રાજાની કુંવરી છે. હું તને તારા પિતાનું નામ અને સંપત્તિ પાછાં આપું છું.”કાઉન્ટે જવાબ આપ્યો. હેદી મરણતેલ ફીકી પડી ગઈ. “તે શું તમે મને તજી દો છો?' - “હેદી, હેંદી, તું જુવાન છે, સુંદર છે; મને ભૂલી જા અને સુખી થા” કાઉન્ટ જરા દુ:ખ સાથે કહ્યું, “ઠીક, તે હું મારા માલિકને હુકમ માથે ચડાવું છું હું તમને ભૂલી જાઉં છું અને સુખી થાઉં છું. આમ કહી તે એક ડગલું પાછી ફરી. વેલેન્ટાઈન તેના તરફ જોઈ બોલી ઊઠી, “ભલા ભગવાન ! કાઉંટ, તમે જોતા નથી કે તે કેટલી ફીકી પડી ગઈ છે? તેને કેટલું બધું દુ:ખ થાય છે?” “તે શું કરવા જુએ? તે મારા માલિક છે અને હું તેમની ગુલામડી છું. તેમને કશું ન જોવા-જણવાને હક છે.' કાઉન્ટ હેદીને અવાજ સાંભળી ધ્રૂજી ઊઠ્યો. તેના હૃદયના ઊંડામાં
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy