________________ 256 આશા અને ધીરજ પછી તું પણ મરવા માટે છૂટી છે. તે પછી આપણાં બનેનાં કમનસીબને છેડે જ આવા જશે.' આલ્બર્ટને હજુ તેના ભરતીના કાગળો વગેરે અંગે બેએક દિવસ અહીં જ રોકાવાનું હતું, એટલે મર્સિડીસ એકલી જ માર્સેલ્સ જતી હતી. મર્સિડીસ ગાડીમાં બેસીને વિદાય થઈ ત્યારે એક છૂપી જગ્યાએથી તે બંને ઉપર નજર રાખી રહેલે એક માણસ કપાળ ઉપરનો પરસેવો લૂછી નાખી બોલ્યો, “આ બે નિર્દોષ જીવોનું સુખ મેં છીનવી લીધું છે, તે હું શી રીતે પાછું વાળી આપું? ભગવાન મને સહાય કરે !' 46 ન્યાય ચૂકવાયે એન્દ્રિયાને મુકદમ હવે ચાલવાનો હતો. તેના કેસની તૈયારીમાં વિલેફૉર્ટ લાગ્યો હતો. એન્ડ્રિયા સામેને એ કેસ બહુ મજબૂત ન હત; કારણ કે, એક નાસી છૂટેલા કેદીએ મરતી વખતે લખાવેલી બે કે ચાર લીટીઓ ઉપર જ આખા કેસનો આધાર હતો. પોતાની સાથે જ નાસી છૂટેલા એડ્યિા સામેના કોઈ વેરને કારણે જ તેણે તે ખોટી રીતે પણ લખાવી હોય એમ કેમ ન બને? પરંતુ વિલેફૉર્ટને એન્ડ્રિયા જ ખૂની છે, એવી ખાતરી થઈ ગઈ હતી, એટલે તે તેની સામે કેસ તૈયાર કરવામાં દિલોજાનથી લાગ્યો હતો. પિતાનું દુ:ખ ભૂલવાને એક જ માર્ગ તે જાણતો હતો : અદાલતનું આવું સખત કામ. નોઇરટિયર ડોસાને એબ બસોનીએ કોઈ વિચિત્ર રીતે શાંત પાડી ' દીધો હતો. ડોસાને હવે જાણે વેલેન્ટાઇનના મૃત્યુ બાબત કશું દુ:ખ જ રહ્યું ન હતું. હવે તો તેમને માત્રા વેલેન્ટાઇનને ઝેર આપનારને ન્યાય પિતાનો પુત્ર મુદત પ્રમાણે ત્રણ દિવસમાં ચૂકવી દે છે કે નહિ,