________________ ન્યાય ચૂકવાયો 257 એટલું જ જોવાની ફિકર હતી. વિલેકૉર્ટ તેમને જ્યારે મળતું, ત્યારે ડોસાની આંખ જાણે એ જ પ્રશ્ન તેને પૂછતી. તે મુદતને છેલ્લે દિવસે વિશેફર્ટ વહેલી સવારે ઊઠયો. તે દિવસે જ એન્ડ્રિયાનો કેસ ચાલવાનો હતો, અને તે દિવસે જ તેણે વેલેન્ટાઈનના ખૂનીને ન્યાય પણ ચૂકવી દેવાનો હતો. વિલેફૉર્ટને અદાલતમાં જવાનો સમય થયો, ત્યારે મેડમ વિલેફૉર્ટે તેને પુછાવ્યું કે, આજનો કેસ જોવા તે પણ અદાલતમાં આવવા ઇચ્છા રાખે છે, તો તે તમારી સાથે જ ગાડીમાં આવે કે પછીથી? વિલેફૉટે જવાબમાં એટલું જ કહેવરાવ્યું કે, “મારે તેમની સાથે અત્યારે એક અગત્યની વાત કરવી છે માટે તે તેમના ઓરડામાં તૈયાર રહે' વિલેફૉર્ટ અદાલતમાં જવા તૈયાર થઈ, તરત મૅડમના ઓરડામાં આવ્યું. એડવર્ડને તેણે બહાર જવા કહ્યું, પણ તે રોજની ટેવ પ્રમાણે અકડાઈ કરવા ગયો એટલે તરત તેને જરા ધમકાવીને વિલેફોર્ટે બહાર કાઢયો અને બારણું અંદરથી બંધ કરી દીધું. મૅડમ વિલેફૉર્ટ પતિની આજની આવી વર્તણૂકથી નવાઈ પામી. આ શું માંડ્યું છે?' તેણે જરા બીતાં બીતાં પૂછ્યું. તમે જે ઝેર વાપરતાં આવ્યાં છે, તે તમે કયાં રાખે છો?” વિલેફોડૅ સામું પુછયું. મેડમ એ સાંભળી તરત ચમકી ઊઠી. તે ગાભરી ગાભરી બોલી ઊઠી, “હું સમજી નહિ, તમે શું પૂછો છો તે.’ “મેં એ પૂછયું કે, તમે જે ઝેરથી મારા સસરા, સાસુ, બેરોઇસ અને મારી પુત્રી વેલેન્ટાઇનને મારી નાખ્યાં, તે ઝેર કયાં સંતાડી રાખ્યું છે ?' તમે આ શું કહો છો?” મેડમે ગભરાઈને ચીસ પાડી. તમારે મને પ્રશ્ન પૂછવાને નથી, માત્રા જવાબ આપવાને છે.” આ૦ - 17.