SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ 258 આશા અને ધીરજ હું મારા પતિ સાથે વાત કરું છું કે ન્યાયાધીશ સાથે ?' ન્યાયાધીશ સાથે, બાન, ન્યાયાધીશ સાથે) - જે ચડેલો બધે ન્યાય આજે ચૂકવી દેવા માગે છે.” “તમે, તમે, બહારની વાત ન માની બેસશે...હું, હું -' આમ બેલી મેડમે પોતાનું મોં બે હાથે ઢાંકી દીધું. “ઝેર દેનારા લોકો હંમેશાં કાયર હોય છે; તમે બાન, ચાર ચાર જણનાં અકાળ મોત યોજ્યાં છે અને તેમના મરણની ઘડીઓ ગણી છે. હું માનું છું કે, તે વખતે તમે એક ભૂલ તે નહિ જ કરી હેય : તમારા ગુનાની સજા તમને મળવાની થાય - જે અચૂક મળે જ છે - ત્યારે તેમાંથી છટકવા માટે તમે થર્ડ ઝેર બચાવી રાખ્યું જ હશે. તમે જાણો છો ને, ઝેર દેનારને ફાંસીની સજા થાય છે?' “ફાંસી? સજા? આ બધું તમે શું કહો છો?' હા, હા; તમને ફાંસીની સજા જ મળે. પરંતુ તેમ કરવાથી સાથે મારી પણ બદનામી થાય; એટલે તે હું પૂછું છું કે, તમે તમારે માટે ડું ઝેર બચાવી રાખ્યું છે કે નહિ?' “મને માફ કરો, મને જીવવા દે; હું તમારી પત્ની છું. આપણા પુત્રને ખાતર પણ મને જીવવા દો!' આપણા પુત્ર માટે? તમને જરૂર પડે તે તમે તેને પણ ઝેર દઈને મારી નાખો!” હું એડવર્ડને ઝેર દઉં? તેને માટે તે આ બધું મેં કર્યું છે. તમે આ શું બોલો છો?' આટલું કહેતાં કહેતાંમાં તે તે ડૂસકાં ખાતી વિલેફોર્ટના પગમાં ગબડી પડી. જુઓ, હું અત્યારે અદાલતમાં જાઉં છું. ત્યાં હું એક ખૂનીને ફાંસીની સજા કરવાની માગણી કરવાનો છું. હું પાછો આવીશ ત્યારે તમે જો જીવતાં હશે, તે હું તમને મારે પિતાને હાથે પકડાવી દઈશ, અને આજ રાતે તમે કેદખાનામાં જ આળોટતાં હશો, મારા પગમાં
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy