SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ 259 ન્યાય ચૂકવાયો આટલું કહી વિલેફૉટ અદાલતમાં આવ્યો. અદાલત ચિકાર ભરાઈ ગઈ હતી. સવારના સાતથી જ પ્રેક્ષકો ધસારો શરૂ થયો હતો, અને અદાલતનું કામ શરૂ થવાને કલાક બાકી રહ્યો ત્યારે તે અદાલતમાં ટાંકણીની અણી જેટલી જગા પણ જાણે ખાલી રહી ન હતી મૅજિસ્ટ્રેટે આરોપીને હાજર કરવા હુકમ કર્યો. એન્ડ્રિયા શાંતિથી, સ્વસ્થતાથી દાખલ થયો. તેની આ સ્વસ્થતા જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયું. વાત એમ હતી કે, તે પકડાયો ત્યારથી જ તેને ભરસ હતો કે તેના ખરા પિતા કાઉન્ટ મેન્ટે-ક્રિસ્ટો તેને ગમે તે રીતે છોડાવશે જ. અને તેથી જ્યારે બટુંકિયો તેને જેલમાં મળવા આવ્યો, ત્યારે તેને નવાઈ ન લાગી. બટુંકિય આગળ જ્યારે તેણે પોતાના પિતા તરીકે મોટે-ક્રિસ્ટોને ઉલ્લેખ કર્યો, ત્યારે બટુંકિયોને ખૂબ નવાઈ લાગી. બટુંકિયાએ જેમ જેમ ના પાડી કે કાઉન્ટ તારા પિતા હરગિજ નથી, તેમ તેમ એન્ડ્રિયાએ વધુ ને વધુ જક પકડી કે, કાઉંટ જ તેના પિતા છે. છેવટે બટુંકિયોએ તેને કહ્યું કે, “તારા મરતા પહેલાં તને તારા પિતાનું ખરું નામ ખબર પડે તે માટે જ હું અહીં મારી મેળે આવ્યો છું.' પછી તેણે બધી વાત એન્ડ્રિયાને પહેલેથી કહી સંભળાવી. મેજિસ્ટ્રેટે એન્ડ્રિયાને તેનું નામ પૂછ્યું. એન્ડ્રિયાએ જવાબમાં એટલું જ કહ્યું કે, “એ સવાલનો જવાબ હું જરા પછીથી આપીશ.” તારી ઉંમર કેટલી છે?” થોડા દિવસમાં હું 21 વર્ષનો થઈશ. હું સખેંબર 27, ૧૮૧૫ને રોજ જન્મ્યો હતો. વિલેફૉર્ટ સવાલજવાબની નોંધ લખતે હતો. તેણે આ તારીખ સાંભળી અચાનક મોં ઊંચું કર્યું. “તું ક્યાં જન્મ્યો હતો?' પેરિસ નજીક ઑટીલમાં.” વિલેકૉર્ટે ફરી ઊંચે જોયું અને એન્ડ્રિયા સામે નજર કરી.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy