________________ 255 એક મહિનાની મુદત ઍકિસમિલિયન કાઉન્ટ સામે ઘૂંટણિયે પડયો અને બોલ્યો, “મારા પિતાને જીવનદાન દેનારા તમે મારી પાસે એક મહિનો જ વધુ માગો છો, તો તે ન આપીને હું તમારો અને મારા પિતાનો અપરાધી નહિ બનું.’ “તે ચાલ, આજથી જ મારા ઘરમાં રહેવા આવી જા. હેદીને ઓરડો ખાલી જ પડ્યો છે.” કેમ? હેદી કયાં છે?' ગઈ કાલે રાતે તે વિદાય થઈ, અને હવે હું ક્યારે જઈ પહોંચું, તેની રાહ જોતી હશે.” ઍકિસમિલિયન પોતાનાં બહેન-બનેવીની રજા લઈ, કાઉન્ટ સાથે ચાલી નીકળ્યો. તે જ ઘડીએ, આલ્બર્ટ, મસિડીસને માર્સેલ્સ જતી એક ગાડીમાં વિદાય આપતો હતો. આલ્બર્ટે તેનું ઘડિયાળ 100 ફ્રાંકમાં વેચી નાખ્યું હતું, તથા પોતે આફ્રિકા જતી આજીરિયા માટેની પલટણમાં ભરતી થઈ ગયો હતો. તેના પગારના વર્ષે 2000 ફાંક ઠરાવ્યા હતા; તેમાંથી અર્ધા તેને અગાઉથી મળ્યા હતા. તે રકમ જ્યારે તેણે પોતાની માના હાથમાં મૂકી, ત્યારે પોતાના લાડકા પુત્રના લોહીના પૈસા જેવા એ પૈસાને અડતાં પણ મર્સિડીસને કમકમાં આવી ગયાં. આલ્બર્ટે પિતાની માતાને ધીરજ આપતાં કહ્યું, “મા, તારે માટે જ હું આટલું પણ જીવવાની ચેષ્ટા કરું છું; નહિ તે ક્યારનો આત્મહત્યા કરીને મરી ગયો હોત. તું મને વચન આપ કે તું પણ જીવતી રહેવા પ્રયત્ન કરશે. હું ત્યાં લડાઈઓમાં મારા પ્રાણ હથેળીમાં રાખીને ઘૂમીશ; જેથી કાં તે થોડા વખતમાં હું અમલદારની પદવી મેળવીશ, અથવા તરત માર્યો જઈશ. જો અમલદાર થઈશ, તો તો પછી મારે અને તારે સુખે જીવવા જેટલા પૈસે અને કીર્તિ મેળવીશ; અને જો હું મરી જાઉં, તે