________________ 254 આશા અને ધીરજ મારા બોલ ઉપર વિશ્વાસ રાખ! એક દિવસ હું જ મારો આભાર માનીશ કે મેં તને પરાણે પણ જીવતે રાખ્યો, અને મરવા ન દીધો!” “કાઉંટ, તમે આવી વાત કરી શકે છે, કારણ કે તમે કદી પ્રેમ નથી કર્યો! પિતાના સ્નેહીજનમાં પોતાનું સમગ્ર હૃદય એકાકાર કર્યા પછી, તેના વિના જીવવું એ કેવું મુશ્કેલ છે, તેની તમને કલ્પના નથી. બીજાં દુ:ખ સમય વીતવા સાથે ઓછાં થાય છે; પણ આ દુ:ખ સમયને વીતવા જ દેતું નથી - તે સમયને જ ખાઈ જાય છે. એટલે કાઉન્ટ, હવે સલામ ! નહિ, હવે તારે પણ મારી સાથે જ રહેવાનું છે; એક અઠવાડિયામાં આપણે બંને સાથે જ દેશને કિનારે છોડીશું.” “મુસાફરી વગેરે ઉપાયો મારે દુખ ભૂલવા માટે નકામા છે એમ તમે હજુ કેમ નથી સમજી શકતા, કાઉન્ટ? વેલેન્ટાઈનને ફરી મેળવવાની આશા હોય, તો જ હું જીવી શકું; આમ જાણવા છતાં તમે મને હજુ જીવવાનું કહેશો?” “હા.' એટલે શું તમે મને વેલેન્ટાઈન પાછી જીવતી કરી આપવાના છો? તમે ગાંડા તો નથી થયા ને?” “ભલે હું ગાંડી વાત કરતો હોઉં, પરંતુ હું પણ મારા બેલ ઉપર વિશ્વાસ રાખવા તૈયાર થતા નથી, એ કેવું? મારા ઉપર શ્રદ્ધા રાખી, એક મહિના સુધી જીવનને હાનિ પહોંચાડે એવું કાંઈ ન કરવાની તું મને કબૂલાત આપ. એ એક મહિના પછી પણ હું તારો શેક સમૂળગો દૂર નહિ કરી શક્યો હોઉં, તે હું મારે હાથે તને પિસ્તોલ કે ઇટાલીનું કારમામાં કારમું ઝેર મરવા માટે આપીશ. આજે પાંચમી સપ્ટેમ્બર છે. આજથી બરાબર એક મહિને તું ગણજે. આ તારીખે જ 10 વર્ષ પહેલાં મેં તારા મરવા ઇચ્છતા પિતાને બચાવ્યા હતા, તે ભૂલીશ નહિ.'