________________
૧૫૬
આશા અને ધીરજ “હા.” ભાગ્યે જ જીવતા માણસને કહી શકાય તે અવાજ વિલેફૉર્ટના ગળામાંથી પરાણે નીકળ્યો.
જે બે જણ માટે આ આખો પ્રસંગ રચવામાં આવ્યો હતો, તેઓની સહનશક્તિની હવે હદ આવી ગઈ છે એમ જોઈ, કાઉંટ તરત વાત બદલી નાખી; અને બગીચામાં ઘાસની લીલીછમ ચાદર ઉપર ગોઠવેલ સુંદર ટેબલ તરફ કેફી પીવા સને લીધાં.
વિલેફૉર્ટે દરમ્યાન ધીમેથી મૅડમ ડેગ્લર્સના કાનમાં કહી દીધું, કાલે ગમે તેમ કરીને મારી કચેરીના ઓરડામાં મને મળી જજે.”
જરૂર.” મેડમે ધીમેથી જવાબ આપ્યો.
૩૨. મુલાકાતે ગમતી અને અણગમતી
ઑટીલની મિજબાનીમાંથી એન્ડ્રિયા કેવકેન્ટી પેરિસ પાછો ફરવા પોતાની નાનીશી સુંદર ડમણીમાં બેસવા જતો હતો, તેવામાં જ એક ભૂત જેવા માણસે તેને રોક્યો.
“કોનું કામ છે? શું કામ છે?' એન્ડ્રિયાએ એકાએક રોકીને પૂછ્યું.
“કંઈ નહિ; મારે પૅરિસ ચાલતા જવું ન પડે તે માટે ભાઈબંધની ગાડીનો લાભ લેવા હું આવ્યો છું.”
“ભાઈબંધ !' કંઈક ઓળખાણ પડતાં એન્ડ્રિયા જરા ભીલો પડીને બોલ્યો.
કેમ, ભૂલી ગયો કે શું? વહાણમાં કેદી તરીકે આપણે બેઉ સાથે રહેતા હતા, ત્યારે નાના બેનેડીટોની સંભાળ કોણ રાખતું હતું