________________
મુલાકાતા : ગમતી અને અણગમતી
૧૫૭
વારુ? તે વખતે તે કેડરોકાકા, કૅડરોકાકા કહેતાં તારું માં થાકતું ન હતું ! તેમ છતાં હું તે અત્યારે ભાઈબંધીના સામાન્ય દાવા જ રજૂ કરું છું, ત્યારે હું તે ચોંકી ઊઠવાના ઢોંગ કરે છે!'
એન્ડ્રિયાએ તરત આજુબાજુ જોઈ કૅડરોને ચૂપ રહેવા તથા પેાતાનું બેનેડીટો નામ મેટેથી ન બોલવા સૂચવ્યું. પછી તેને ગાડીમાં બેસાડી, પાતાના ઘેાડાવાળાને ચાલતા આવવાનું કહી, પોતે જ ગાડી હાંકવા બેસી ગયો. ગામમાંથી બહાર નીકળ્યા પછી તરત તેણે ઘેાડા ઊભા રાખ્યા અને ફૅડરો તરફ ફરીને પૂછ્યું, ‘તું પાછા અહીં શા માટે આવ્યો છે? વહાણ ઉપર ભલે તું મારી સાથે હતા, અને મારી સંભાળ રાખતા હતા; પણ હવે હું મારે રસ્તે છું ને તું તારે રસ્તે છે.'
‘વાહ, એમ પુત્ર કપુત્ર થાય, પણ માવતર કમાવતર થાય? હું ભલે મને ભૂલવા ઇચ્છે, પણ તારા ઉપર દીકરા જેવા ભાવ રાખ્યા પછી હું તને શી રીતે ભૂલી શકું?”
‘એ બધી વાત જવા દે. અહીં મારા હિતૈષી લાકોએ હવે મને મારો બાપ શેાધી આપ્યા છે; અને તેના પુત્ર તરીકે સારી રીતે વર્તવા અને રહેવા બદલ મને મેાટી રકમ મળે છે.'
વાહ! તારો ખરો બાપ તને મળી આવ્યા ?'
‘ખરો-ખાટા તેની મારે શી પંચાત ? તેને પુત્ર છું એવું કબૂલ રાખવા બદલ મને પૈસા મળે છે, એટલે બસ !'
હું
"
‘ તો તારા હિતૈષી લાકોને કહે કે મને તારો દાદા ઠરાવે; હું બહુ થોડા પૈસામાં એ પદ સંભાળવા તૈયાર છું. જોકે એમાં ખાસ જૂઠાણું પણ નથી; કારણ કે સાચેસાચ હું તારા ઉપર તારા દાદા જેટલા ભાવ રાખું છું. આપણે બંને વહાણ ઉપરની સરકારી ઓથ છેાડી વગર પરવાનગીએ ચાલ્યા આવ્યા છીએ, એટલે આપણે બંનેએ એકબીજાની ઓથમાં રહેવું જ ઘટે ! '
‘એટલે, હું નાસી છૂટેલા કેદી છું એ વાત તું બહાર ન પાડે