________________
આ નવલકથા વિશે અદ્ભુત રોમાંચક કથા તરીકે, મૂળ ફ્રેન્ચ નવલકથા | ‘કાઉન્ટ ઑફ મૉટે-ક્રિસ્ટો”એ લાખો લોકોને રસમાં તરબોળ કર્યા છે અને હજુ પણ કરે છે. માનવહૃદયની બે મોટી લાગણીઓ – પોતાને કરવામાં આવેલા નુકસાનનો બદલો લેવો અને તે માટે જોઈતી સાધનસામગ્રી મેળવવા મથવું, – એ બેને કલ્પનાનો છૂટો દોર ચા પીને આ કથાનો મશહૂર ફ્રેન્ચ લેખક ડ્રમાં એવો તો રસ-વમળ ચડાવે છે, કે જે વાચકને બીજો વિચાર કરવાની તક આપ્યા વિના સીધો પોતાની અંદર ખેંચી લે છે.