________________ 21 વેલેન્ટાઈન આફતમાં “હા.” તે વેલેન્ટાઇન પણ મરી જશે?' ના, ના, ના !' “તે શું હત્યારો તેના પ્રયત્ન છોડી દેશે?” “ના.' “તે શું વેલેન્ટાઇન ઉપર એ ઝેર અસર નહિ કરે, એમ તમે માન છો?” “હા.' શાથી ?' ડેસાએ જવાબમાં અમુક દિશા તરફ નજર ફેરવી. દાકતરે ત્યાં જોયું તે પોતે જ ડોસા માટે મોકલેલી દવાની શીશી પડેલી હતી. તરત જ દકતરને એક વિચાર સ્ફરી આવ્યો. - “તમે શું વેલેન્ટાઇનને એ ઝેર થોડું થોડું આપીને, તેના શરીરને એ ઝેર સામે તૈયાર કરવા માંડ્યું હતું?” “હા, હા, હા !' ડોસો પોતાની વાત સમજાયાથી આનંદમાં આવી ગયે. ઠીક, ઠીક, નહીં તો ક્યારની વેલેન્ટાઇન મરી જ ગઈ હોત. ઝેરને હુમલો ભારે હતે; પણ આ વખતે તે તે બચી જશે, એમ લાગે છે.” તેવામાં વિલેફૉર્ટ દવા લઈને પાછો આવ્યો. દાકતરે તે દવા થી હથેલીમાં લઈને ચાખી જોઈ. પછી તેઓ બંને વેલેન્ટાઇનના એરડા તરફ ચાલ્યા. દરમ્યાન વેલેન્ટાઇનના મકાનને અડીને આવેલું મકાન ઇટાલીને કોઈ પાદરી ભાડે રાખી રહ્યો હતો. બે કલાક બાદ તે મકાનના ત્રણે ભાડવા મકાન ખાલી કરી ગયા. ચારે બાજુ અફવા એવી હતી કે, એ મકાનને પાય જોખમાયું હતું, અને મકાનને તરત સમારકામની જરૂર હતી. તેમ છતાં ન ભાડવાત છે તે જ દિવસે પોતાને સામાન્ય