________________ 232 આશા અને ધીરજ સરસામાન લઈને રહેવા આવી જ ગયો. તેણે છ મહિનાનું ભાડું અગાઉથી આપી દીધું હતું અને તેનું નામ એબ બની હતું. તે જ રાતે કડિયા-કારીગરોએ એ મકાનનું સમારકામ શરૂ કરી દીધું. 42 એન્ડ્રિયાનું લગ્ન ત્રણ દિવસ બાદ રાતના સાડા આઠના સુમારે ડેલર્સને ત્યાં યુજેની અને એન્ડ્રિયાના લગ્નના કરારો ઉપર રાહી કરવાની વિધિ થત હતો. ઘણાય સદગૃહસ્થ અને સન્નારીઓ આ વખતે ખાસ હાજર હતાં; કારણ કે આ વર-વહુને દાપામાં લાખની મિલકત મળવાની વાત ચાલતી હતી. એન્ડ્રિયા બરાબર બનીઠનીને સૌની સાથે હસી લળીને વાતો કરતે હતો. વર્ષે દહાડે પોણાબે લાખ ક્રાંકની આવક સાથે પૅરિસમાં કેવી રીતે મોજશોખથી જીવવું, તેની ચર્ચા પણ તેણે એકાદ મિત્ર સાથે કરી લીધી. કાઉંટ ઑફ મેન્ટેક્રિસ્ટો તે ઓરડામાં દાખલ થયો, ત્યારે પિોશાક, જવાહિર, સુગંધ અને સૌંદર્યને એ સાગર જાણે ઘડીભર એની આસપાસ વીંટળાઈ વળ્યો. કાઉંટ વિષે પણ પેરિસના સન્નારી-સમાજમાં અજાયબીભરી વાત પ્રચલિત હતી. કાઉટ પ્રથમ મૅડમ ડેગ્લર્સને મળ્યો; પછી યુજેનીને. યુજેની સાથે તેની સંગીત-શિક્ષિકા લૂઈ દ’ આર્મિલી હતી. તે થોડા વખત પહેલાં કાઉંટ પાસે રોમ અને નેપલ્સનાં કેટલાંક જાણીતાં થિયેટરો ઉપર કેટલાક ભલામણપત્રો લખાવી ગઈ હતી. કારણ કે, યુજેની પરણી જાય એટલે આપોઆપ તેને બીજે નોકરી શોધવી પડે તેવું જ થાય. ડેલર્સે પોતે આગળ આવી કાઉંટ સાથે હાથ મિલાવ્યા. એડ્યિા પણ સામે આવી “જય’ ‘જ્ય' કરી ગયો.