SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ એન્ડિયાનું લગ્ન 273 કન્યાને જે જર-જવાહિર મળ્યું હતું કે આપવાનું હતું, તે એક ઓરડામાં સૌને જેવા ખુલ્લું મૂક્યું હતું. તે જોઈને સૌ જુવાન હૃદય પ્રશંસા અને અદેખાઈથી મૂઢ બની ગયાં. પરંતુ દસ્તાવેજ લખનારાઓએ જ્યારે પહેરામણીની રકમો બેલવા માંડી, ત્યારે તો એ આખી મંડળીમાં એક પ્રકારનું સન્નાટો છવાઈ ગયો. એન્ડ્રિયા ઉપર તે તેના જવાન મિત્રોએ ધન્યવાદ અને પ્રશંસાને વરસાદ વરસાવી દીધો. દસ્તાવેજ ઉપર સહીઓ કરવાનું શરૂ થતાં પ્રથમ ડેલર્સે સહી કરી. પછી એન્ડ્રિયાના પિતા મેજર કેવાકેન્ટીના પ્રતિનિધિઓ સહી કરી. પછી મેડમ ડેન્ટલર્સને સહી કરવાનો વારો આવ્યો ત્યારે તે મેડમ વિલેફૉર્ટ સાથે આગળ આવી, અને પોતાના પતિને કહેવા લાગી, ‘જુઓ ને, વિલેફૉર્ટ મહાશયને અત્યારે જ એક અગત્યના કામ માટે ગેરહાજર રહેવું પડ્યું છે. અને એ કામ કર્યું એ જાણો છો? કાઉન્ટ મોન્ટેક્રિસ્ટોને ઘેર જે ચેરી તથા ખૂનને કિસ્સો થયો છે, તેને એક અણધાર્યો ફણગો ફૂટી નીકળ્યો છે.' મોન્ટેક્રિસ્ટો પિતાનું નામ બોલાયેલું સાંભળી આગળ આવ્યો અને કહેવા લાગ્યો: “વિલેફૉર્ટ મહાશયની ગેરહાજરીનું કદાચ હું જ અજાણમાં નિમિત્ત બની ગયો છું.” મૅડમ ગલર્સ સહી કરતાં કરતાં બોલી: “એમ જ હશે, તે * કાઉન્ટ, યાદ રાખજો, હું તમને કદી માફ નહીં કરે!” કાઉન્ટ જરા મનાવવાની ઢબે હસીને બોલ્યો : “બાન, વાત એમ બની હતી કે, મારા ઘરમાં ચોરી કરવા પેઠેલા ઘરફાડુને તેના સાથીદારે જ છરી ખેસી દીધી હતી. તે વખતે પેલાને બચાવવાનો પ્રયત્ન કરવા માટે તેનાં કપડાં કાઢી નાખવાં પડ્યાં હતાં તે કપડાં એક ખૂણામાં પડ્યાં હતાં. પછી પિોલીસે તેને કોટ અને લેંઘે લઈ ગયા, પણ વાસ્કેટ જરા આઘોપાછો પડ્યો હશે એટલે નજર બહાર રહી ગયો.”
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy