________________ વેલેન્ટાઇન આપવામાં 229 દૂતની માફક હસતે હસતો જોઈ જ રહ્યો હતો, પરંતુ હું જે સાપણની રમત નિરાંતે જોઈ રહ્યો હતો, તેણે મને જ ડંખ માર્યો છે !' ઍકિસમિલિયને ઊંડો નિસાસો નાખ્યો. કાઉંટે તેના માથા ઉપર હાથ મૂકીને કહ્યું, “જો વેલેન્ટાઇન હજ સુધી મૃત્યુ નહિ પામી હોય, તે તે નહિ મરે. તું તારી મેળે ઘેર જા. હું પછી તને ખબર કહેવરાવીશ.' ‘પણ તમારી સત્તા શું મૃત્યુ ઉપર પણ ચાલે છે? તમે માણસ કરતાં વિશેષ છો? કાઉંટે મેકિસમિલિયન સામે ખિન્ન માયાળુ નજરે જોયું અને કહ્યું, “હું ઘણું ઘણું કરી શકું તેમ છું; પણ અત્યારે હવે મારે એકલા રહેવાની જરૂર છે. તું જા, અને ધીરજ રાખ તથા આશા રાખ!” મેકિસમિલિયન તેમ છતાં કાઉંટના નોકરને પાછા ફરવાની રાહ જોઈ ડી વાર બારણા પાસે થંભ્યો. તે નકર દેતે દોડતો ઘર તરફ આવતા હતા. દરમ્યાન વિલેફૉર્ટ દાકતરને લઈને પાછો ફર્યો હતો. દાકતરે કાળજીથી વેલેન્ટાઈનનું શરીર તપાસ્યું. ત્યાર પછી ધીમેથી તે બોલ્યો, તે હજ જીવે છે !' “હજુ જીવે છે? એને શો અર્થ?' એનો અર્થ એ જ કે, તે હજુ જીવે છે એ ભારે નવાઈની વાત છે.' “પણ તમે તેને બચાવી શકશે કે નહીં?' હા; બચાવી શકીશ. કારણ કે, તે હજુ મરી નથી ગઈ. દાકતર આ શબ્દો બોલ્યા તે વખતે તેમની નજર નેઈરટિયર ઉપર પડી. તેમની આંખો ભારે આનંદ તથા અનેક વિચારોથી જાણે ઊભરાતી હતી. દાકતરને તેથી નવાઈ લાગી. તેમણે વિલેફૉર્ટને વેલેન્ટાઇનની દાસી વગેરેને બોલાવવા કહ્યું.