________________ દ આશા અને ધીરજ કળાની સેવામાં જ જીવન પૂરું કરવાનો નિશ્ચય વારંવાર જણાવ્યું હતું. પરંતુ ડેગ્લર્સને તાજેતરમાં ઉપરાઉપરી કાચી પડવા માંડેલી પરદેશની પેઢીઓને કારણે ભારે ખોટ આવી ગઈ હતી, અને તેની આંટ પણ તૂટવા લાગી હતી. તેને રેલવેના ધંધામાં પડવાને નવ તુક્કો સૂઝયો હત; પણ અત્યારે તેની તૂટતી. આંટ વખતે તેને કોઈ પૈસા ધીરે તેમ ન હતું. એન્ડ્રિયાને લગ્ન વખતે તેના પિતા તરફથી 30 લાખ ફૂાંક મળવાના હતા; અને એ પૈસા એન્ડ્રિયા પોતાના સસરા ડેગ્લર્સને એ ધંધામાં રોકવા માટે આપવાનું છે એવી વાત બહાર ફેલાવા માંડી હોવાથી, આ લગ્ન થાય તો તેને ફરી પગભર થતાં વાર લાગે તેમ ન હતું. આમ હોવાથી ડેગ્યુર્સ યુજેની ઉપર લગ્નનું દબાણ લાવ્યા કરતા હતા. પરંતુ હવે આ ફજેતીને બનાવ બન્યો, એટલે યુજેની પોતાના નિશ્ચયમાં વધુ મક્કમ બની, અને તેને એક વધુ બહાનું પણ મળ્યું. પરંતુ માડાવહેલા તેના ઉપર પિતા તરફથી બીજે કયાંક લગ્નનું દબાણ થવાનું જ, એની તેને ખાતરી હોવાથી, તેણે ઘર છોડી, ગુપચુપ, પોતાની સાહેલી સાથે ઇટાલી ચાલ્યા જવાનો વિચાર કર્યો. અને તે જ રીતે ટૂંકમાં પોતાની પાસેના 45 હજાર ફૂાંક તથા જોઈતાં કપડાંલાં તથા સ-સામાન લઈને તે આમિલી સાથે ચાલી નીકળી. આ તરફ એડ્યિા , પોલીસો આવીને બધાં બારણાં રોકી લે તે પહેલાં, જોવા મૂકેલા જર-ઝવેરાતમાંથી હીરા વગેરેના કીમતી દાગીના ઉપર મરાય તેટલે હાથ મારી, એક બારીએથી કૂદકો લગાવીને બહાર નીકળી ગયો, અને પછી ભાડાની ગાડીમાં બેસી પૅરિસ બહાર ઘોડાગે નાસી છૂટ્યો મોડી રાતે એક ગામ આવતાં, ઘોડાગાડીને પાછી વિદાય કરી, પગે ચાલતો તે એક વીશીમાં જઈ પહોંચ્યો અને એક ઓરડી ભાડે રાખી, નિરાંતે ખાઈ-પીને સૂઈ ગયો. પીછો કરનારાઓને તેણે આડાઅવળા રસ્તા વટાવી પૂરતી થાપ આપી છે, એમ તેને લાગતું હતું.