SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ એન્ડ્રિયાનું લગ્ન કરતા જવાય એવી જ બાબત હતી! એક પિલીસ ઇન્સપેકટરે દરેક ઓરડાને બારણે બબ્બે પોલીસ ગોઠવી દીધા હતા, અને તે પોતે હવે ડેલર્સ તરફ આગળ આવવા લાગ્યો હતે. | મૅડમ ડેલર્સ તે ચીસ પાડીને બેભાન જ થઈ ગઈ; અને ડેન્ડલર્સ પિતે પણ મડદા જેવો કીકો પડી ગયો. એ જાતના લોકો હંમેશાં કોઈ અણધારી આપત્તિ કે કાવતરાના ડરમાં જ રહેતા હોય છે. તમે સૌમાં એન્ડ્રિયા કેવલશ્કેન્ટી નામ કોનું છે?' ઇન્સ્પેકટર * પૂછવું. સૌ નવાઈ પામી આમતેમ નજર કરવા લાગ્યાં. પણ એન્ડ્રિયા કેવલમૅન્ટી કોણ છે?' ડેશ્વસે અર્થ વિનનું જ પૂછી નાખ્યું. “તે ટુના જેલખાનામાંથી નાસી છૂટેલો ગુનેગાર છે; અને તેણે કેરો નામના બીજા નાસી છૂટેલા ગુનેગારનું ખૂન કર્યું હોવાને તેના ઉપર આરોપ છે.” મેન્ટેક્રિસ્ટોએ આસપાસ નજર કરી. એન્ડ્રિયા અલોપ થઈ ગયો હતો. થોડી વારમાં તે ડેગ્લર્સનું ઘર જાણે પ્લેગને ઉંદર પડયો હોય તેમ ખાલી થઈ ગયું. ડેન્ડર્સ પોતાના દીવાનખાનામાં બેઠો બેઠો ઇસ્પેકટરને પિતાનું નિવેદન લખાવવા લાગ્યો. મેડમ ડેલર્સ પોતાના ઓરડામાં ધૂજતી ધ્રૂજતી પેસી ગઈ. યુજેની પણ પોતાની સહચરી આમિલી સાથે પોતાના ઓરડામાં આવી. પિતાની આ કારમી ફજેતીથી તેને બહુ લાગી આવ્યું હતું. આલ્બર્ટ તો તેને ગમતો જ ન હતો, એટલે તેની સાથે વિવાહ તૂટ્યો તે તે તેને મનગમતી જ વાત થઈ હતી. પરંતુ પછી પાછું તેના પિતાએ મેજર કેવલજેન્ટીની મૂડી મેળવવાના લેભમાં પોતાનું લગ્ન એન્ડ્રિયા સાથે ગોઠવ્યું, ત્યારે તે તેને ઓલામાંથી ચૂલમાં પડવા જેવું જ લાગ્યું હતું. પોતાના બાપને તેણે લગ્ન જ ન કરવાને તથા સંગીત
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy