SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ એન્ડ્રિયાનું લગ્ન તથા એક વાર ફ્રાંસની બહાર નીકળી ગયા પછી, પોતે ઉઠાવી આણેલા ઝવેરાતથી બહુ સુખે જિંદગી વિતાવી શકાશે, એવી તેને નિરાંત હતી. બીજે દિવસે વહેલી સવારે આગળ નીકળી જવાની જરૂર તો હતી જ; કારણ કે તેને પકડવા માટે પોલીસે ચોતરફ દોડાદોડ કરી મૂકવાના કે નાકાંએ ખબર પહોંચાડી દેવાના, એની તેને ખાતરી હતી. પરંતુ થાક અને ચિતાને માર્યો તે બીજી સવારે જરા મોડે ઊઠ્યો. પછી જવા તૈયાર થઈ તેણે બહાર ડોકિયું કર્યું, તે ચારે તરફ પોલીસો! હવે, બહાર જવાય તેવું તે રહ્યું નહિ, એટલે તે પિતાની ઓરડીના ધુમાડિયામાં કોણી અને ઢીંચણને જોરે અધ્ધર ચડવા લાગે; તથા થોડી વારે છાપરા ઉપર બહાર નીકળી ગયો. પિોલીસેએ તેની ઓરડીમાં તેને ન જોયો એટેલે ધુમાડિયામાં તે ભરાયો હોય એમ માની ઘાસ સળગાવી જોયું. પછી તેઓ છાપરે તપાસ કરવા ઉપર ચડયા. એન્ડ્રિયા તરત બીજી એક ઓરડીના ધુમાડી વગરના દેખાતા ધુમાડિયામાં પેસી ગયો અને ધીમે ધીમે અંદર ઊતરવા લાગ્યો. તેના મનમાં એમ હતું કે એ ધુમાડિયું કોઈ ખાલી અને બંધ ઓરડીનું જ હોવું જોઈએ. પણ અધવચ આવ્યો ત્યારે સમતુલા ન રહેવાથી તે જોરથી નીચે લપસી પડયો. તેના મેસવાળા વિચિત્ર દેદાર જોઈ, એ ઓરડીમાં ગઈ રાતે આવીને ઊતરેલી બે સ્ત્રીઓએ બીનીને બુમરાણ મચાવી મૂક્યું. એ બંને સ્ત્રી બીજી કોઈ નહિ પણ યુજેની અને આમિલી જ હતી. પોલીસેએ તરત અંદર આવી એન્ડ્રિયાને પકડી લીધો. ડી વારે એડ્યિાએ હાથકડી પહેરીને ફરી પૅરિસ તરફ મુસાફરી શરૂ કરી; તથા યુજેની અને આમિલીએ આગળ બેજિયમ તરફ
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy