________________
આશા અને ધીરજ તારા ઉપરના જોખમથી?'
“હાસ્તો વળી; તેને ખરેખર મારા દુર્ભાગ્યની બહુ દયા આવી હતી. અને તેણે પોતે એ કાગળ મારા દેખતાં જ પોતાને હાથે બાળી નાખ્યો હતો.'
‘તારી સામેના આક્ષેપ પુરવાર કરે એવી એકમાત્ર સાબિતી કોટવાળ થઈને તે પોતે જ બાળી નાખે? તે તો એ માણસ જ સૌથી મોટો બદમાશ હોવો જોઈએ! ઠીક, પણ એ કાગળ ઉપર સરનામું શું હતું?
“શ્રી. નેઇટિયર, નં. ૧૩, ૩ કૉક-હેરોન, પૅરિસ.'
“ઠીક, તારા એ નામીચા નાયબ-કોટવાળને એ કાગળ બાળી નાખવામાં કોઈ અંગત લેવાદેવા હોય એવું તું કલ્પી શકે છે?'
કંઈક હશે જ, એવું અત્યારે મને સમજાય છે, કારણ કે, તેણે વારંવાર મારી પાસે વચન લેવરાવ્યું હતું કે, હું એ કાગળની વાત કોઈને કદી નહિ કરું; અને એવું વચન લેવું એ મારા હિતમાં છે, એવી પણ તેણે મને વારંવાર ખાતરી આપી હતી. વધારામાં તો તેણે એ કાગળ ઉપર લખેલું નામ કોઈની આગળ ન બોલવાના મારી પાસે ભારે સોગંદ લેવરાવ્યા હતા. એટલું હું કરું કે તરત જ મને છોડી મૂકવાનું પણ તેણે કહ્યું હતું.”
નરટિયર !” બાવાજી એકદમ એ નામ વારંવાર બોલવા લાગ્યા. “ઇરટિયર ! અરે હા, ક્રાંતિ દરમ્યાન પ્રજાપક્ષમાં એ નામને માણસ હતો ખરો. તારો નાયબ-કોટવાળ શા નામથી ઓળખાતો?'
દ” વિલેફૉર્ટ!” બાવાજી એ સાંભળી એકદમ જોરથી હસી પડયા.
“અલ્યા, એ નાઇટિયર તારા નાયબ-કોટવાળને બાપ થાય! એ નાયબ-કોટવાળનું આખું નામ નઇરટિયર દ’ વિલેફૉર્ટ; પરંતુ બાપ