________________
૧૩
જેમાં ડારે પિતાની વાત કહે છે બળવાખોર પક્ષને, એટલે તેની સાથેને નામને પણ સંબંધ દૂર કરવા તેણે પોતાનું નામ “દ” વિફર્ટ' એટલું જ રાખ્યું હોવું જોઈએ.”
ડાન્ટેના ઉપર આકાશમાંથી વીજળી તૂટી પડી હોય, તેમ તે એ શબ્દો સાંભળતાંવેંત ઊભો થઈ ગયો. તેને એકદમ બધું સ્પષ્ટ સમજાઈ ગયું. વિલેફૉર્ટની બધી બદમાશીના આંકડા તેના મનમાં હવે જોડાઈ ગયા. પોતાના પિતાને બચાવી લેવા જ વિલેફોર્ડે ડાન્ટેન તેના વૃદ્ધ પિતાથી આ કારમો વિયોગ કરાવેલો! ગુસ્સાથી ડાન્ટેનું માથું ભમી જવા લાગ્યું. તે સીધે પેલા ખેદેલા રસ્તામાં થઈ પોતાની ખેલીમાં દોડયો. જતાં જતાં તે એટલું જ બોલ્યો, “મારે એકાંતની જરૂર છે; મારાથી આ સહન નથી થતું !'
રાતે જેલર ખાવાનું આપવા આવ્યો ત્યારે પણ ડાન્ટ શૂન્યમાં ફાટેલી આંખે તાકી રહ્યો હોય એમ હાલ્યા ચાલ્યા વિના પિતાની પથારીમાં બેઠેલો હતે. એ કલાકો કે જે એને મિનિટ જેટલા જ લાગ્યા હતા, તે દરમ્યાન તેણે એક ભયંકર નિશ્ચય કરી લીધો હતો, અને તે પાર પાડવા આકરામાં આકરા સોગંદ લીધા હતા.