SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્ન કેક થયું ! ૧૭૫ એપિનેએ શાંતિથી કહ્યું કે, “તેઓશ્રીને મારા પ્રત્યે અણગમો થવાનું શું કારણ છે, તે હું નથી જાણતો; પરંતુ વેલેન્ટાઇન સાથેના લગ્નમાં પૈસા તરફ મારી દૃષ્ટિ જ નથી. અલબત્ત, તે વારસે બાદ કરતાં પણ તેમને મારા પિતાના વાસા કરતાંય વધુ મોટા એવા બે વારસા તેમની માતા તથા દાદા-દાદી તરફથી મળ્યા છે, એ હું જાણું છું; પરંતુ આ લગ્નમાં મારી ઇચ્છા તો કેવળ વેલેન્ટાઈન જેવી સુશીલ અને સુંદર પત્ની મેળવવાની જ છે.' વિલેફૉર્ટે ઝટપટ ઉમેર્યું કે, મારા પિતાશ્રી લકવાથી છેક જ અપંગ તથા જડ બની ગયા છે. વેલેન્ટાઇન તમારી સાથે શું, ગમે તે કોઈ સાથે પરણે તે પણ તે આવું જ કરત; એટલે તમારે પોતાને કશું દુ:ખ લગાડવાનું કારણ નથી. મને તો એટલી ખાતરી છે કે, વેલેન્ટાઇનનું લગ્ન જેની સાથે થવાનું છે તેનું નામ પણ હવે તેમને યાદ નહિ હોય.' એટલામાં બારણું ઊઘડયું અને નેઇરટિયરના વફાદાર નેકર બેરોઈસે અંદર આવીને જણાવ્યું, “શ્રી. નાઇટિયર શ્રીમાન એપિનેને એકદમ મળવા બોલાવે છે.' - વિલેકૉર્ટે ચેંકી ઊઠીને જવાબ આપ્યો, “હમણાં શ્રી. એપિને અગત્યના કામે રોકાયેલા છે; એટલે નહિ આવી શકે.' “તો પછી શ્રીમાન નેઇરટિયરે જણાવ્યું છે કે, તે પિને ઠેલણખુરશીમાં બેસી તરત જ અહીં આવવા માગે છે.’ વિલેફોર્ટે અકળાઈને વેલેન્ટાઈનને તેના દાદા પાસે જઈ આવવા જણાવ્યું, પરંતુ પછી તે પોતે જ ડોસાને મળવા ચાલ્યો. તે વખતે એપિનેએ આગ્રહ કર્યો કે, “મારે પિતાને તેમને મળવું જ છે; અને તેમણે પણ ખાસ તે મને જ બોલાવ્યો છે, એટલે હું પણ તેમની પાસે આવીશ.” છેવટે તે ત્રણે ડસાના ઓરડામાં જઈ પહોંચ્યાં. વિલેફૉટે ડોસાને જણાવ્યું: “આ શ્રી. એપિને છે; વેલેન્ટાઇનનું લગ્ન તેમની સાથે
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy