SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ આશા અને ધીરજ લગ્ન તરત જ પેાતાને હાથે પતાવવાની ઘણી ઇચ્છા હતી; પણ છેવટે જ્યારે તેમને પેાતાનું મરણ નજીક આવી ગયેલું લાગ્યું, ત્યારે તેમણે તેમના મરણ પછી પણ એ કામ તરત જ પતાવવાનું મને ફરમાવ્યું છે. એટલે વિચાર એવા છે કે, આજે કરાર ઉપર સહી કરવાના વિધિ પતાવી દઈએ; પછી મૅડમે વારસામાં આપેલી જાગીર ઉપર વેલેન્ટાઇન ત્રણ માસ રહેવા ચાલી જાય, ત્યારે આજથી સાતમે દિવસે ત્યાં જઈને આપણે બધા બહુ સાદાઈથી લગ્ન-વિધિ પતાવી દઈશું. પછી તમે પૅરિસ પાછા આવજો, પણ વેલેન્ટાઇન તેની સાવકી મા · સાથે ત્યાં ત્રણ મહિના રોકાશે. આમ કરવાથી શાકના વિધિ પણ સચવાશે અને મૅડમની અંતિમ ઇચ્છા પણ પૂરી થશે. ’ એપિનેએ, ‘ જેવી તમારી ઇચ્છા' એમ કહી પાતાની સંમતિ દર્શાવી; તથા કરારમાં સહી વખતે પેાતાના સાક્ષી તરીકે આલ્બર્ટ મૉર્સર્ફ તથા બીજા એક મિત્રને હાજર રાખવાની મરજી બતાવી. વિલેફૉર્ટે તે વાત ખુશીથી કબૂલ રાખી એટલે તરત તે એ બેને બાલાવી લાવવા ઊપડી ગયા. એ બધા આવી પહોંચે તે પહેલાં વિલેફૉર્ટે ઘેર આવી વેલેન્ટાઇન વગેરેને પેાતાના દીવાનખાનાના ઓરડામાં ભેગાં કર્યાં તથા લગ્નના કરાર ઉપર તરત જ સહી કરવાની છે, એ વાત જણાવી. વેલેન્ટાઇનના માથા ઉપર જાણે વીજળી તૂટી પડી; પણ હવે તેનાથી જરાય ચસી શકાય તેમ ન હતું, એટલે તે મનમાં ને મનમાં સમસમી રહી. એટલામાં તે દસ્તાવેજ લખનારો તથા એપિને અને તેના મિત્રા ત્યાં આવી પહોંચ્યા. દસ્તાવેજ લખનારાએ વિલેફૉર્ટના કહ્યાથી એપિનેને જણાવ્યું કે, વેલેન્ટાઇનના દાદા નાઇરટિયરે એપિને સાથે વેલેન્ટાઇનનું લગ્ન થાય તે તેને પેાતાના કુલ વારસામાંથી રદબાતલ કરવી એવું વીલ કરાવેલું છે; તેની જાણ સહી થતા પહેલાં તમને કરવી જોઈએ.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy