SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ આશા અને ધીરજ કરવાનું નિરધાર્યું હોવાથી તેમને એક વાર તમારી સાથે ભેગા કરવાની મારી ઇચ્છા હતી જ, જેથી તમે જોઈ શકો કે, તેમની સામેને તમારો વિરોધ કેવો નાપાયાદાર હતો. ડોસાએ જવાબમાં માત્ર પિતાની આંખ ગુસ્સાથી પહોળી કરી; પછી અનેક નિશાનીઓ દ્વારા વેલેન્ટાઇન પાસે એક ટેબલના ખાનાની અંદરનું ગુપ્ત કળ-ખાનું તેમણે ઉઘડાવ્યું અને તેમાંથી એક કાગળને બીડ કઢાવી એપિનેને વાંચી જોવા અપાવ્યો. નવાઈ પામી એપિને તે કાગળ મોટેથી વાંચવા લાગ્યો. તેમાં તેના પિતા જનરલ દકિવન્મેલે ક્રાંતિકારીઓ સાથે મળી ગયાનો દેખાવ કરી, કેવી રીતે તેમની ગુપ્ત સભાઓમાં હાજર રહેવાનો અધિકાર મેળવ્યો, અને પછી તેમને પકડાવી દેવાને પોતાનો નિશ્ચય અમલમાં મુકવા જતાં છેવટે ક્રાંતિકારીઓના પ્રમુખ સાથે કંધયુદ્ધ લડતાં કેવી રીતે તેમના પ્રાણ ગયા, તેનું ત્રણ જણની સાક્ષીએ લખેલું બયાન હતું. એપિને પોતાના પિતાના મૃત્યુનું બધું તાદૃશ વર્ણન વાંચતાં વાંચતાં આભો થઈ ગયો. અત્યાર સુધી એમ જ મનાતું હતું કે, ક્રાંતિકારીઓએ દગાબાજીથી કિવન્મેલનું ખૂન કર્યું છે. પરંતુ આ દસ્તાવેજથી તે ઊલટું જ પુરવાર થતું હતું. દગાર તે કિવન્મેલ હતા અને સીધા વંદયુદ્ધમાં ક્રાંતિકારીઓના પ્રમુખને હાથે માર્યા ગયા હતા. એપિને નોઇરટિયર પાસે નીચે નમી એટલું જ બોલ્યો: “મારા પિતાને વધ કરનાર એ પ્રમુખનું નામ આ બયાનમાં આવતું નથી; પણ તમે જાણતા હે તે અવશ્ય મને કહો.” નોઇટિયરે એમ કરવા ખુશી દર્શાવી તથા વેલેન્ટાઇન પાસે ડિક્ષનરી મંગાવી. તેમાં આંગળી ફેરવતાં ફેરવતાં છેવટે અંગ્રેજી શબ્દ “Myself' (હું પોતે) આગળ તે આવી, ત્યારે ઝટ તેમણે તેને આંખ વડે નિશાની કરીને થોભાવરાવી.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy