SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ પડકાર! ડેલર્સ પાસે જઈને આલબર્ટી કાઉન્ટ મૉફની અને તેના કુળની બદનામી જાહેર કરવાના દુશમનાવટભર્યા અપકૃત્ય બદલ પડકાર કરી વંદ્વયુદ્ધની માગણી કરી. ડેગ્યુર્સ એકદમ તે છંછેડાયો અને પછી ગભરાયો; તેણે કહ્યું: “અલબત્ત, મેં યાનીના લખીને પુછાવ્યું હતું, પરંતુ પોતાની પુત્રી જેના પુત્રને પરણાવવાની હોય, તેના વિશે લોકોમાં તરેહતરેહની વાતો ચાલતી હોય, તે પછી કન્યાને બાપ સ્વાભાવિક રીતે જ એટલી તપાસ તો કરે છે. જોકે કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટોએ મને યાનીના લખી જણાવવાનું સૂચવ્યું ન હોત, તો મને ત્યાં પુછાવવાની કલ્પના પણ ન આવત. છતાં જ્યારે ત્યાંથી મને ખરાબ સમાચાર મળ્યા, ત્યારે તે સમાચાર મેં કોઈને કહ્યા વગર મારી પાસે જ દબાવી રાખ્યા છે. છાપામાં તે તે સમાચાર હું આવું જ શાનો? કારણ કે કાઉન્ટ મૉર્સર્સે તે દિવસમાં યાનીના જેવા દૂરને સ્થળે શું કર્યું હતું કે નહિ, તે બહાર પાડવાથી મને શો લાભ? મારે તે મારી પુત્રીનું લગ્ન તેને ત્યાં કરવું કે નહિં, એટલું જ વિચારવાનું હતું, એટલે તમારા પિતા જ્યારે મારી પાસે યુજેનીનું માગું કરવા આવ્યા, ત્યારે મેં સીધી ના જ પાડી દીધી. તે વિવાહ ફેક કરવાનું કારણ તેમણે મને આગ્રહપૂર્વક - ધમકાવીને - પૂછયું, ત્યારે પણ મેં તે કહેવાની ના જ પાડી. એટલે મારા હાથ આ બાબતમાં તદ્દન ચોખ્ખા જ છે. અને તમારે તમારા કુટુંબને આ બદનામીમાં મૂકનાર દુશ્મન શોધવાને જ હોય, તે મારી સાથે ખોટી તકરાર માંડવાને બદલે બીજે કંઈ તપાસ કરવી જોઈએ.' ડેગ્લર્સને મેં એ કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટનું નામ સાંભળતાં જ આલબર્ટને જાણે કંઈક સમજણ પડવા લાગી. હેદી કાઉન્ટને ઘેર રહેતી હતી. એટલે કાઉન્ટ આખી વાત પહેલેથી જાણતા જ હોવો જોઈએ. બીજા કોઈ વાનીના વિષે કાંઈ જ જાણતું ન હતું. ડેગ્લર્સને પણ યાનીના તપાસ કરવાનું સૂચવનાર કાઉન્ટ જ હતો પરંતુ હેંદી તે પોતાના પિતાનું વેર કાઉન્ટ મોર્ફ ઉપર લેવા પ્રેરાય એ સમજાય તેવું છે;
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy