SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ 208 આશા અને ધીરજ પણ કાઉન્ટને તે પોતાની સાથે તથા પિતાના ઘર સાથે ઘણે નિફ્ટને સંબંધ છે. મૉર્સર્ફના ઘરના કોઈએ કાઉનટનું કશું બગાડયું ન હતું; એટલે તેણે કેવળ હલકટતાથી જ એક પ્રતિષ્ઠિત ઘરની આબરૂ ઉપર હાથ નાખ્યો કહેવાય. માટે કાઉન્ટ પાસે તે તેના બદલે લેવો જ જોઇએ એમ માની, બ્યુશપ સાથે એ સીધો કાઉન્ટને ઘેર જ દોડયો. કાઉંટ નૉર્મન્ડીથી પાછો આવી ગયાના સમાચાર તેને મળ્યા; પણ કાઉંટને ભેટો થઈ શક્યો નહિ. એટલે રાત્રે થિયેટરના જલસામાં તે જવાનો હતો એમ જાણી, આલ્બર્ટે તે વખતે જ તેને પડકારવાને વિચાર કર્યો, અને એપિને, ડિગે, મેકિસમિલિયન એ સૌ મિત્રોને તે વખતે થિયેટરમાં હાજર રહેવા ખબર પહોંચાડી દીધી. આટલું કર્યા પછી આબર્ટ પિતાની માતા મર્સિડીસને મળવા ગયો. તે તદ્દન ભાંગી પડી હતી. આલ્બર્ટને દેખતાં જ તે તેને હાથ પકડી, ડૂસકે ડૂસકે રડવા લાગી. આલ્બર્ટ તેના તરફ કરુણાભર્યા હૃદયે જોઈ રહ્યો. પોતાના જમાનાની સુંદર સર્વોત્તમ સ્ત્રી ગણાતી પોતાની આ માતાને બદનામી અને શરમના ડુંગર તળે નાહક દબાવી દેનાર દુશમન ઉપર વેર લેવાનો તેને વિચાર વળી વધુ દૃઢ થયો. આલ્બર્ટે તેને ધીમેથી પૂછ્યું, “મા, કાઉંટ મોર્ફને કોઈ દુશ્મન હોય એમ મને લાગે છે?' 'તારા પિતા જેવા મોટા માણસને દુશમને ન થયા હોય એવું ભાગ્યે જ બને.’ “કાઉંટ ઓફ મોન્ટેક્રિસ્ટો આપણે ઘેર કોઈ વખત જમવા નથી બેઠા, એ તે તું જાણે છે ને?' બેટા, એ વાતને અહીં શો સંબંધ છે?' મા, પૂર્વ તરફના લોકોમાં એવો ચાલ છે કે જેની સાથે વેર
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy