SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ પરંતુ નવાઈની વાત ! કટાર કાઉંટની છાતીમાં પેસી જવાને બદલે પાછી ઊછળી અને તેની અણી તુટી ગઈ. તે જ ઘડીએ કાઉંટે તેનો હાથ પકડી એટલા જોરથી આમળ્યો કે પેલાના હાથમાંથી કટાર નીચે પડી ગઈ અને તેણે એક કારમી ચીસ પાડી ! પરંતુ કાઉંટે તેની ચીસની દરકાર કર્યા વિના તેના હાથને આમળવો ચાલુ રાખ્યો, એટલે પેલાની કોણી છેક જ ઊતરી જવાથી તે પ્રથમ તે ઘૂંટણ ઉપર અને પછી ફરસબંધી ઉપર ચત્તાપાટ ગબડી પડ્યો. કાઉંટે તેના માથા ઉપર પિતાને પગ જોરથી દબાવીને કહ્યું, “દગાબાજ, નીચ ! કોણ જાણે શાથી હું અત્યારે જ તારી ખેપરીના ચૂરેચૂરા કરી દેતા નથી. ચાલ ઊભો થા ! હું કહું તે પ્રમાણે તું ચિઠ્ઠીમાં લખ અને તેની નીચે તારી સહી કર.' કેડરોએ ધ્રૂજતાં ધ્રૂજતાં નીચે પ્રમાણે લખ્યું - બૅરન ડેલર્સ, જે માણસને તમે તમારો જમાઈ બનાવવા માગે છે. તે મારી સાથે નાસી છૂટેલો વહાણ ઉપરનો કેદી છે. તેનું નામ બેનેડીટો છે. પોતાનું ખરું નામ તે પોતે જ જાણતો નથી. કારણ કે તેનાં માબાપ કોણ છે તેની જ તેને ખબર નથી.’ કાઉંટે તેની નીચે કેડરોની સહી તથા તેના ઉપર ડેન્ટલર્સનું સરનામું કરાવ્યા પછી કેડરોને કહ્યું, “હવે જ્યાં થઈને આવ્યો હતો ત્યાં થઈને ચાલ્યો જા !" કેડરો કંઈ બોલ્યા વિના બારી તરફ ચાલ્યો. ત્યાં જઈને તે બોલ્યો, “બાપજી, તમારે મને મારી નાખવો તો નથી ને ?' “ઈશ્વરે તારે માટે જે ધાર્યું હોય તેથી જુદું મારે કંઈ કરવું નથી. જો તું તારે ઘેર સહીસલામત પહોંચીશ, તે હું જઈશ કે ઈશ્વરે તને ખરેખર માફી બક્ષી છે, અને હું પણ તને માફ કરીશ. કારણ, હું માની લઈશ કે, ઈશ્વર તને સુધરવાની એક વધુ તક આપવા માગે છે. ત્યાર પછી તરત હું ફ્રાંસ છોડી બહાર ચાલ્યો જજે. તું જ્યાં ગયે
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy