SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ દગા કિસીકા સગા નહિ! 15 હોઈશ ત્યાં જો પ્રમાણિકતાથી વર્તીશ, તો હું તને નાની સરખી રકમ નિયમિત પહોંચાડ્યા કરીશ.” કેડરો જેવો બારીની નિસરણી પકડીને ઊતરવા ગયો કે તરત કાઉંટે સળગતી મીણબત્તી બારી ઉપર ધરી. કેડરો તરત કરગરી પડયો : બાપજી, આ શું કરો છો? રસ્તા ઉપર રોન ફરનારો કોઈ સિપાઈ મને બારી ઊતરતી જોઈ જશે તો?” કાઉંટે તરત મીણબત્તી એલવી નાખી. ત્યાર પછી તે છુપાઈને બારીકાઈથી શેરીમાં ઊભેલા માણસની હિલચાલ તપાસવા લાગ્યો. કેડરો બગીચાની દીવાલને નિસરણી ટેકવી ઉપર ચડ્યો અને પછી આસપાસ જોઈને નિસરણી બીજી બાજુ ગોઠવી નીચે ઊતરવા લાગ્યો. તેના પગ જમીનને અડક્યા પણ નહિ હોય તે પહેલાં તે પેલો છપાઈ રહેલો માણસ તેના ઉપર ખુલ્લા છરા સાથે કૂદી પડયો અને કૅડરો બચાવ પણ કરી શકે તે પહેલાં તેની પીઠમાં અને પછી તેના પડખામાં તેણે ઘા કર્યા. પછી જેવો કેડરો નીચે ગબડ્યો તેવો જ પેલાએ તેન વાળા પકડી તેની છાતીમાં ત્રીજો ઘા કરી દીધો. પછી કૅડરોની આંખો મીંચાઈ ગયેલી તથા તેનું મોં બંધ થઈ ગયેલું જોઈ, તેને મરી ગયેલો જાણી તે નાઠો. પેલો નાઠો કે તરત કેડરોએ કોણી ઉપર સહેજ ઊંચા થઈ બૂમ પાડી : “એબ બુસેની ! ધાજો, ધાજો ! મને મારી નાખ્યો!' તરત જ એબ બુસોની તથા અલી ત્યાં દોડી આવ્યા. બંનેએ તેને ઊંચકી ઘરમાં આણ્યો. કાઉંટે તેના ઘા તપાસ્યા અને તેને બચાવવો અશક્ય જાણી, દારોના શ્રી. વિલેફૉટને ઝટ તેડી લાવવા અલીને દેડાવ્યો. દરમ્યાનમાં કૅડરોએ કાઉંટને આજીજી કરીને કહ્યું કે, “જલદી દાકતરને બોલાવે; મારું મરતી વખતનું નિવેદન હું લખાવું ત્યાં સુધી હું જીવી શકે તેવું કાંઈક કરો !" તારે શાનું નિવેદન કરવું છે?'
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy