SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ દગા કિસીકા સગા નહિ! 193 “હા જી, બેનેડીટને તેને ખરો બાપ મળ્યો છે. તે મોટો ઉમરાવ છે. પણ હજુ તે ઉમરાવ તેના બાપ તરીકે જાહેર થવા માગતો ન હોવાથી મેં તેની વાત તમારાથી છુપાવી હતી.' એ વળી કયો ઉમરાવ?” “કાઉંટ મોન્ટેક્રિસ્ટે; જેના ઘરમાં અત્યારે આપણે છીએ!” બેનેડીટ કાઉંટનો છોકરો! એ વાત ક્યાંથી લાવ્યો?” એબ બુસેનીએ જાણે નવાઈ પામીને પૂછયું. હા પ્રભુ; બેનેડીટો માને છે કે, પોતે ખરી રીતે કાઉટને જ પુત્ર છે, પણ તે તેને પ્રગટ રીતે સ્વીકારી શકે તેમ ન હોવાથી તેને એક કેલકેન્ટી નામને બાપ ઠરાવી આપી, તે બાપને તેણે પૈસા આપી વિદાય કરી દીધો છે અને પછી બેનેડીટને તે એડ્યિા કેવલશ્કેન્ટીના નામથી જુદા મકાનમાં રાખે છે અને તેને વાપરવા ખૂબ પૈસા આપે છે.” ઓહો, મારો મિત્ર કાઉંટ એક જુવાનિયાને અવારનવાર પોતાને ત્યાં બોલાવે છે ખરો, અને હું ભૂલતો ન હોઉં, તો તેનું લગ્ન હવે ડેન્ટલર્સની પુત્રી સાથે થવાનું છે, તે જ બેનેડીટો કે? કાઉંટને તે છોકરોબેકો કંઈ થતું નથી. તેના એક મિત્રો તેને તેની પાસે મોકલ્યો છે, એટલું હું એક્કસ જાણું છું. પણ એ જુવાનિયો જો આવો કેદમાંથી નાસી છૂટેલો બદમાશ છે, તે તું બૅરન ડેગ્લર્સને બધી વાત જણાવી દેત કેમ નથી?' “મારો મિત્ર ઠેકાણે પડતો હોય તેમાં હું શા માટે આડે આવું?” “તે પછી હું તે વાત કહી દઈશ; આમ કોઈ સારા ઘરની છોકરીનું જીવન બરબાદ કરવું, એ ઠીક કહેવાય ?' ‘તું કશું કહી શકવાનો નથી, પાદરા !" એમ કહી કેડે અચાનક પિતાની કટાર સાથે કૂદ્યો અને કાઉંટની છાતીની વચ્ચે તેણે તે કટારનો બરાબર ઘા કર્યો. આ૦ - 13
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy