________________
આશા અને ધીરજ વિલેફૉટે દાક્તરને તથા વીલ લખનારને તેડવા માણસ દોડાવ્યા.
દાક્તર દર એવરીની આવ્યા ત્યારે વેલેન્ટાઈને મૅડમને થતી વેદનાની તથા રાત્રે ઊંઘમાં પિતાના ઓરડામાં સેન્ટમેરાનને ઓળો તેમને દેખાયાની વાત કહી. દાક્તર આ કુટુંબના ખાસ દાક્તર હતા, તથા વેલેન્ટાઇનના જન્મ વખતે પ્રસૂતિની સારવાર તેમણે જ કરી હોવાથી વેલેન્ટાઇન ઉપર પુત્રી જેવો ભાવ રાખતા હતા.
દાક્તર મૅડમને બારીકાઈથી કંઈક ચિંતાતુર થઈને તપાસતા હતા અને વિલેફૉર્ટ વીલ લખનારના આવવાની રાહ જોતે બહાર ઊભો હતે. તેવામાં વેલેન્ટાઈન, અચાનક જ, પોતાને પ્રેમી ઍકિસમિલિયન બગીચાને જે ઝાંપે મળતો તે તરફ વળી. તે વખતે તેના આવવાને સમય તો ન હતો, પરંતુ પોતાનાં દાદીએ એપિને સાથે પિતાના લગ્નની કરવા માંડેલી ઉતાવળથી તેનું મન મૂંઝાઈ ગયું હતું. પણ લો, ઍકિસમિલિયન પણ તેવી જ ચિંતામાં મૂરઝાતો ત્યાં જ ભટકતો હતો!
વેલેન્ટાઈને રડતાં રડતાં પિતાનાં દાદા-દાદીની વાત તેને કહી. ઍકિસમિલિયન સાથે લગ્ન કરાવવામાં એ દાદીની જ મદદની પિતાને આશા હતી, એમ પણ તેણે જણાવ્યું. તેને બદલે દાદી તે દાદાના મરણના ફટકાથી તથા પિતાની બગડેલી તબિયતથી તેને એપિને સાથે જ તરત પરણાવી દેવા ઉતાવળાં થઈ ગયાં હતાં. માત્ર એપિને બહારગામ હોવાથી તે પૅરિસ ટપટ પાછો ફરે તેની જ વાર હતી.
તે સાંભળી મેકેમિલિયનને માથે જાણે વીજળી તૂટી પડી. કારણ હમણાં જ તે મિત્રો પાસેથી જાણીને આવ્યો હતો કે, એપિને બીજે દિવસે જ પેરિસમાં પાછો ફરવાનું હતું!
વેલેન્ટાઈન પણ એ સાંભળી બેબાકળી થઈ ગઈ. પ્રેમની અતૂટ ગાંઠથી બંધાયેલાં એ બે હદ નસીબની આ અવળચંડાઈથી ગાભરી બની ગયાં. છેવટે, જો કંઈ પણ ઉપાય ન ચાલે, તે વેલેન્ટાઈને મેકિસમિલિયનને ખબર મોકલવી; અને ઍકિસમિલિયન બગીચાના ઝાંપા