________________
ર
આશા અને ધીરજ
તેને ખૂબ પૈસા બક્ષિસ આપ્યા હતા એમ કહેવાય છે. અને હવે તે
તે પણ પૅરિસના એક આલીશાન મહેલમાં રહે છે ‘અને મર્સિડીસ, – એનું શું થયું? મેં તે
અને મજા કરે છે.' સાંભળ્યું છે કે તે
›
કયાંક અલાપ થઈ ગઈ છે.
અલાપ શાની થવાની હતી? પહેલાં તે ડાન્ટેના પકડાવાથી અને ફર્નાન્ડના લશ્કરમાં ચાલ્યા જવાથી તે એકલી પડી ગઈ. પરંતુ બાર માસ બાદ ફર્નાન્ડ સારી જગાએ નિમાઈને પાછા ફર્યા, ત્યારે તેણે મર્સિડીસ પાસે લગ્નની માગણી ફરી રજૂ કરી. મર્સિડીસે છ મહિના વધુ ડાન્ટની રાહ જોવા કહ્યું ત્યાર બાદ તે ફર્નાન્ડ સાથે પરણી ગઈ. અત્યારે તેને આલ્બર્ટ નામના છેકરો પણ છે, મર્સિડીસે કેટલીય લલિતકળાઓના અભ્યાસ કર્યો છે, અને તેના માથા ઉપર રાજમુગટ મૂકે, તા ટ્રાંસના કોઈ બચ્ચા તેને રાણી તરીકે સલામ ભર્યા વિના ન રહે, એટલું તેનું રૂપ અને ગૌરવ ખીલી નીકળ્યાં છે. ' બાવાજીએ હવે ધીમે પણ મક્કમ સ્વરે કહ્યું, ‘ ભાઈ, ઈશ્વર કોઈ વખત, કોઈ કારણે, ન્યાય ચૂકવવામાં મોડું કરે છે; પરંતુ તે કદી ભૂલી જતા તે નથી જ. તેની સાબિતી તરીકે લે, આ હીરો હવે તને એકલાને જ હું આપી દઉં છું. કારણ કે, ડાન્દેએ ગણાવેલા પાંચમાંથી એક તે મરી ગયો છે અને બાકીનાઓએ તેને દગા દીધા છે. તું એકલા જ એ બધાંમાં આ હીરા માટે સૌથી વધુ હકદાર છે.'
કંડરોના આનંદના પાર ન રહ્યો. તે હજાર હજાર ધન્યવાદ બાવાજીને આપવા લાગ્યા; પરંતુ બાવાજીએ તેને વચમાં જ રેકીને કહ્યું, ‘ પણ ભાઈ, બદલામાં તારે મને શ્રી. મૉલની તારી પાસે રહેલી રાતા રંગની થેલી આપી દેવી પડશે!'
6