________________
૨૧
જેલનું રજિસ્ટર ગયા પ્રકરણમાં વર્ણવેલી વાતને બીજે દિવસે ૩૦-૩૨ વર્ષને એક અંગ્રેજ જુવાનિયો, પોતાના દેશના લોકોની ખાસિયત પ્રમાણે, અક્કડતાથી ધીમે પગલે ચાલતે માર્સેલ્સના મેયરને ત્યાં આવ્યો.
તેણે રેમની થૉમસન એન્ડ ફ્રેન્ચ કંપનીના મુનીમ તરીકે પોતાની ઓળખ આપીને જણાવ્યું કે, “અમારી કંપની પાસે માર્સેલ્સની મૉરેલ એન્ડ સન કંપનીની એક લાખ ફ્રાંકની હૂંડીઓ છે. તાજેતરમાં અમારી જાણમાં એમ આવ્યું છે કે, એ કંપની દેવાનું કાઢવાની અણી ઉપર છે. હું રોમથી ખાસ એ બાબતમાં સાચી માહિતી આપની મારફતે મેળવવા આવ્યો છું ?
મેયરે જવાબ આપ્યો કે, “છેલ્લાં ચાર પાંચ વર્ષથી કમનસીબ શ્રી. મોરેલનો પીછો કરી રહ્યું છે, એ હું પણ જાણું છું. મારા પોતાના દશેક હજાર ફૂાંક તેમની પાસે લેણા છે. પરંતુ તેમની નાણાંકીય સધ્ધરતા વિષે હું વિશેષ કાંઈ કહી શકું તેમ નથી. તે માણસને પોતાને વિશે પૂછો, તે હું જરૂર કહ્યું કે, તે પ્રમાણિક તથા ભરોસાપાત્ર માણસ છે. પરંતુ તમારે તેમની નાણાંકીય સ્થિતિ વિશે વધુ જાણવું હોય, તો તમે જેલોના ઈન્સ્પેકટર શ્રી. દર બોવિલે પાસે જાઓ. શ્રી. મૉરેલ પાસે તેમના બેએક લાખ ફ્રાંક લેણા છે.'
પેલો અંગ્રેજ મેયર સાહેબનો આભાર માની, તેમણે બતાવેલે સરનામે દર બોવિલે પાસે જઈ પહોંચ્યો.