________________ 198 આશા અને ધીરજ પ્રભુ! ખરેખર તું છે! તું સૌ કોઈને ન્યાય બરાબર તોળે છે. તે પ્રભુ! મને ક્ષમા કરશે! ક્ષમા કરો !" આટલું બોલતાંમાં તો તેના પ્રાણ ચાલ્યા ગયા. દશ મિનિટ બાદ દાકતર તથા દારોગાજી આવ્યા ત્યારે એબ બસોની મૃતાત્મા માટે પ્રાર્થના કરતો મડદા નજીક જ ઘૂંટણિયે પડેલો હતે. બે અઠવાડિયાં સુધી આખા પૅરિસમાં કાઉંટના ઘરમાં ચોરીના થયેલા પ્રયત્નની વાત જ ચર્ચાઈ રહી. મરતા માણસે પોતાની સહીથી નિવેદન કર્યું હતું કે તેનું ખૂન બેનેડીટે નામના ગુંડાએ કર્યું છે. વહાણ ઉપરથી નાસી છૂટેલા એ ગઠિયાને પકડવા પાલસ આકાશ-પાતાળ એક કરી રહી. 37 આપ અને ચુકાદો આલ્બર્ટ મોર્સટ્ટનું મગજ હવે ઠેકાણે રહ્યું ન હતું. વર્ષે 50 હજાર ફાંકની આવકવાળા તથા લગ્નને દિવસે બાપ તરફથી જેને તેની કુલ મિલકતના હિસ્સા તરીકે 30 લાખ ફ્રાંક મળવાના છે એવા એડ્યિા કેવકેન્ટીની સાથે ડેલર્સની પુત્રી યુજેનીનું લગ્ન થોડા જ વખતમાં થવાની વાત હવે ઘરઘરની ચર્ચાને વિષય થઈ ગઈ હતી. આલ્બર્ટને પિતાને યુજેની સાથે લગ્ન કરવાની મરજી જ ન હતી, પરંતુ પિતાની સાથે લગ્ન કશા કારણ વગર તૂટીને બીજા સાથે ગોઠવાયું, એ વસ્તુ પોતાના આખા કુટુંબ માટે હીણપત જેવી તે ગણાય જ. બીજી બાજુ ડેન્ટલસેં યાનીનાવાળા પોતાના આડતિયાને જે વાત પુછાવી હતી, તેને જવાબ આવી ગયો હતો. અને ત્યાર પછી તરત જ પેરિસના એક જાણીતા છાપામાં નીચેને ફકરો પણ પ્રસિદ્ધ થયો -