________________ આરેપ અને ચુકાદ 19 “યાનીનાને એક ખબરપત્રી અમને એક માહિતી લખી જણાવે છે, જે વિષે અત્યાર સુધી આપણે સૌ અજાણ હતા. ચાનીનાને કિલ્લો દગાબાજીથી તુર્કોના હાથમાં સોંપી દેનાર સ્વામીદ્રોહી માણસ ફર્નાન્ડ નામનો એક ફ્રેંચ અમલદાર હતા. તે માણસમાં યાનીનાના મહા-વજીર અલી-તબલિને ખાસ વિશ્વાસ મૂક્યો હતે; છતાં તેણે જ પિતાના માલિકને દગો દીધો હતે.” આલ્બર્ટ જાણતો હતો કે પોતાના પિતાનું મૂળ નામ ફર્નાન્ડ હતું, તથા તેમણે યાનીના તરફ લશ્કરી સેવાઓ બજાવી હતી. આથી તે તરત ગુસ્સાથી ધૂંવાંપૂવાં થતા તે છાપાના માલિક પાસે જઈ પહોંચ્યો. તે છાપાવાળો તેને મિત્ર બુશેપ હતો. આ ખબર તેના છાપામાં આવી હતી તેની તેને પોતાને તો ખબર પણ ન હતી. પરંતુ આલ્બર્ટે ઠંદ્વયુદ્ધના પડકાર સાથે એ ખબર પાછી ખેંચી લેવા અને દિલગીરી જાહેર કરવા તેને જણાવ્યું. કારણ કે, તે ખબરથી પિતાના પિતા ઉપર નાહક શંકા જાય તેમ હતું. તેને પૂછ્યું: ‘એ ખબર ખરેખર તારા પિતાને લાગુ પડે છે તેની ખાતરી કર્યા વિના જ હું આ ખબર પાછી ખેંચી લઉં?” હા, નહીં તે તલવાર પકડી લડવા તૈયાર થઈ જા !" બુશેપ પણ સ્વમાની જુવાનિયો હતે; તેણે યાનીના જાતે જઈ ખાતરી કરી આવવા ત્રણ અઠવાડિયાંને સમય માગ્યો અને ત્યાર પછી આલબર્ટ સાથે દ્વંદ્વયુદ્ધ ખેલી લેવાની તૈયારી બતાવી. બ્યુશેપ તે પ્રમાણે યાનીના જઈ આવ્યો, અને ત્યાંથી પાછા ફરી તરત જ તેણે આલ્બર્ટને જણાવ્યું કે, એ ખબર તારા પિતાને જ ખરેખર લાગુ પડે છે; તથા ત્યાંના ચાર પ્રતિષ્ઠિત તથા સમકાલીન સદગૃહસ્થોએ એ વાતની સાક્ષી તરીકે હસ્તાક્ષર કરી આપ્યા છે. આલ્બર્ટ હવે મૂંઝાયો. ભુપે તેને શાંત પાડયો અને જણાવ્યું કે, “તારા પિતાનું જ નામ ફર્નાન્ડ છે, અને ચાનીનાવાળી ખબર કાઉંટ મોર્સને જ લાગુ પડે છે, એવું અત્યારે તો કોઈ જાણતું નથી. તે પછી