________________ આશા અને ધીરજ અત્યારે નકામી હા-હ કરી મૂકવાની કંઈ જરૂર નથી. આ સમાચાર અમસ્તા જ કઈકે છપાવ્યા હોય; અથવા તમારા કુટુંબના કોઈ દુશ્મને કોઈ પ્રયજનસર પણ છપાવ્યા હોય. પરંતુ, હમણાં જ્યાં સુધી તે દુશમન પોતે જાતે સીધે હુમલો કરવા બહાર આવતો નથી કે આવવાની હિંમત કરતો નથી, ત્યાં સુધી પોતે હાથે કરીને પોતાના જ ઘરની બદનામી ઉઘાડી પાડવા જેવું તારે શા માટે કરવું?” આલબર્ટને તેની વાત ઠીક લાગી. બુશેંપ અને આલ્બર્ટ પછી વાત કરતા કરતા બહાર ફરવા નીકળ્યા અને ત્યાંથી તેઓ કાઉંટ મોન્ટેક્રિસ્ટોને ઘેર આવી પહોંચ્યા. કાઉંટ બીજે દિવસે નૉર્મન્ડી તરફ પોતાની જાગીર ઉપર સહેલગાહે જવાની તૈયારીમાં હતો. તેણે આબર્ટને પણ પોતાની સાથે જોડાવા આગ્રહ કર્યો. આલ્બર્ટે પણ પોતાના મનને હળવું કરવા એ વાત મંજૂર રાખી. તે જ સાંજે તેઓ નૉર્મન્ડી જવા ઊપડયા. દર અઢાર માઇલે કાઉટની ગાડીના ઘેડા બદલાતા; એમ આઠ ટપા પૂરા થતાં 32 ઘોડા થયા. એ ઘોડા કોઈ પણ ઘડીએ કાઉંટની ગાડીએ જોડી શકાય તે માટે હરઘડી તૈયાર રાખવામાં આવતા. આઠ કલાકમાં તો તેઓએ 144 માઇલની મુસાફરી પૂરી કરી. આલ્બર્ટ કાઉટ માટેની આ વિપુલ તૈયારી તથા મુસાફરીની ઝડપથી જ આભો બની ગયો. અર્ધી રાતે તેઓ કાઉંટની દરિયાકિનારે આવેલી સુંદર જાગીર ઉપર આવી પહોંચ્યા. આલબર્ટ આખી રાત શાંતિ અને આરામથી ઘસઘસાટ ઊંઘી ગયો. બીજો દિવસ જુદી જુદી સહેલગાહોમાં પૂરો થવા આવ્યો. કાઉન્ટની જાગીરને અડકીને જ દરિયાની સુંદર ખાડી આવેલી હતી. અને તેમાં પણ કાઉન્ટની માલિકીની નાની નાની સુસજજ હોડીઓ તથા એક પવનવેગી સઢિયું વહાણ ખલાસીઓ સાથે તૈયાર હતાં. સાંજના થાકીને આલ્બર્ટ બારી પાસે આડો પડી ઊંઘવા લાગ્યો હતો. તેવામાં શ્રી. બુશે પે મોકલેલો સંદેશો લઈને આલ્બર્ટનો જ નોકર ત્યાં