SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ આરેપ અને ચુકાદો 201 મારતે ઘોડે આવી પહોંચ્યો. સંદેશામાં એક કાગળ અને છાપાનું પાન હતાં. આલ્બર્ટ તે વાંચતાં જ એક ચીસ પાડી ખુરશી ઉપર ફસડાઈ પડયો. કાઉન્ટ તેના તરફ કરુણાભરી આંખોએ જોઈ રહ્યો. કાઉન્ટ પાસેથી એક ઝડપી ઘોડે માગી આલ્બર્ટ કશું બોલ્યા વિના તરત જ પૅરિસ પાછો ફર્યો. પોતાના ગયા પછી જ વાંચવાની શરતે તેણે કાઉન્ટને પેલું છાપાનું પાન આપી મૂક્યું. કાઉન્ટ આલ્બર્ટના ગયા પછી છાપાનું પાન વાંચ્યું. તેમાં નીચેનો ફકરો હતો - યાનીનાનો કિલ્લો દગાબાજીથી તુર્કોને સોંપી દેનાર ફ્રેંચ અમલદારનું નામ ફર્નાન્ડ મોડે હતું, એટલી ખબર બીજા છાપામાં પહેલાં પ્રસિદ્ધ થયા છે. હવે અમને પાકે પાયે વધુ જાણવા મળ્યું છે કે, એ ફેંચ અમલદારે પેરિસમાં પિતાને કાઉન્ટ મૉર્સર્ફ તરીકે ઓળખાવે છે, અને આપણા દેશની ચૅમ્બરનો સભ્ય છે.” આલ્બર્ટ બીજે દિવસે સવારે આઠ વાગ્યે બ્યુશેપને ઘેર પહોંચ્યો, ત્યારે તે ચિંતાતુર વદને તેની રાહ જોતો જ જાણે ઊભે હતો. તેણે તરત આગળના સમાચાર કહેવા માંડયા - છાપામાં આ સમાચાર છપાતાં જ ચૅમ્બરના બધા સભ્યોએ ભેગા મળી 12 સભ્યોની એક કમિટી મોર્સફ ઉપરના આ આક્ષેપોની તપાસ માટે નીમી. મૉર્સર્સે તે જ દિવસે આઠ વાગ્યે તે કમિટી સમક્ષ પોતાની નિર્દોષતાના પુરાવા રજૂ કરવા તૈયારી બતાવી. આઠ વાગ્યે કમિટી સમક્ષ મૉર્સર્સે પોતાનો બચાવ રજૂ કરતાં જણાવ્યું હતું કે, “અલી પાશાને છેવટ સુધી મારામાં સંપૂર્ણ વિશ્વાસ હતું, અને તેથી જ તુર્કીના સુલતાન સાથે સમાધાન કે માફીની વાટાઘાટો ચલાવવા જેવા નાજુક કામે મને જ તેણે મોકલ્યો હતો. અલી પાશાએ પોતાની ખાસ વીંટી, જેના વડે તે અગત્યના કાગળોને સીલ કરતો હતો, તે પણ મને આપી મૂકી હતી, જેથી કરીને હું પાછો ફરું ત્યારે અલી પાશા જનાનખાનામાં હોય તો પણ સીધો હું તેની પાસે જઈ
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy