________________ દગા કિસીકા સગા નહિ! 197 પાછળ અહીં જ આવ્યો હતો અને તું ઘરમાં પેઠો ત્યારથી તારી હિલચાલ તપાસતે બહાર જ ઊભો રહ્યો હતે. પછી તેને સહીસલામત બહાર પાછો આવતે દેખી તે ભીંત પાછળ છુપાઈ ગયો અને તારા ઉપર ઘા કર્યો.' “તમે આ બધું નજરે જોયું હતું છતાં મને કેમ પહેલેથી ચેતવ્યો નહીં?” “મારા શબ્દો યાદ કર: “જો તું તારે ઘેર સહીસલામત પહોંચીશ, તે હું જાણીશ કે ઈશ્વરે તને ખરેખર માફી બક્ષી છે અને હું પણ તને માફ કરીશ.’ બેનેડીટોના હાથે ઈશ્વરને જ ન્યાય તને પહોંચતે જોઈ, ઈશ્વરની ઇચ્છાની આડે હું ન આવ્યો.” એબ બની ! ઈશ્વરના ન્યાયની વાત રહેવા દો! ઈશ્વરના ન્યાય જેવું કંઈ હોત, તે મારા કરતાં તે બીજા કેટલાય લોકોને કયારની સજા થવી જોઈતી હતી, પણ તેઓ તે જ કરે છે! ઈશ્વરબીશ્વર જેવી કોઈ ચીજ નથી; બધું ડીંડવાણું જ હાંક્ય રખાય છે!' ઈશ્વર છે, અને તેમને ન્યાય જ બધે પ્રવર્તે છે, તેના પ્રત્યક્ષ પુરાવો જોઈતો હોય તો એ છે કે, તું અત્યારે અસહાયપણે ઈશ્વરને ઇનકારતે તરફડે છે, ત્યારે હું તારી સામે સાજોસ, સુખી, ધનવાન અને ઈશ્વરની અગાધ શકિતને હાથ જોડતે ઊભો છું. જો મારી સામે જો, હું કોણ છું? મને ઓળખે છે? આમ કહી કાઉંટે પોતાના માથા ઉપરનું વીંટણ છોડી નાખ્યું, એટલે તેના લાંબા કાળા વાળ તેના ફીકા ચહેરાની આસપાસ પથરાઈ ગયા. પેલો અંગ્રેજ ! લૉર્ડ વિભોર!” ના, ના ! હું એબ બસોની પણ નથી કે લૉર્ડ વિભેર પણ નથી, પરંતુ હું --' આટલું કહી કાઉટે કેડરોની આખરઘડી નજીક આવેલી જાણી, તેના કાનમાં ધીમેથી એક નામ કહ્યું. એ નામ સાંભળતાં જ કેડરો પિતાના હાથ ઊંચા કરી, ઈશ્વરને યાદ કરતો હોય તેમ જોડી, મહા પ્રયત્ન. રૂંધાતે શ્વાસે બોલ્યો, “ઓહો