________________
૧૯૦
આશા અને ધીરજ એ જાણી લેવાય એમ માની, કાઉંટ માત્ર અલીને સાથે લઈ બહુ ચુપકીદીથી પૅરિસ પાછો ફર્યો અને અંધારું થતાં જ પિતાના પૅરિસના મકાનમાં પેસી ગયો. અલી પોતાના માલિક ઉપર કંઈક જોખમ છે, એવું સમજી ગયો હતો, અને પોતાની સર્વ શક્તિથી તથા ચાલાકીથી કાઉંટ કોઈ બેટા જોખમમાં ન સપડાઈ જાય તેની બધી તકેદારી રાખતે હતો. કાઉટે તથા અલી એ છપાવા માટે એવી જગા પસંદ કરી કે ઉપરને માળ આવેલા ટેબલવાળા ઓરડા ઉપર તેમ જ બહારની તરફ બરાબર નજર રાખી શકાય.
સવા બારનો ડંકો પડ્યો અને તેને રણકાર શાંત પડવા આવ્યો તેવામાં જ કાઉંટ હીરાના ઘસરકાથી બારીના કાચની એક તકતી કપાતી હોવાનો ધીમો અવાજ સાંભળ્યો. થોડી વારે તકતી ખસી અને તેના બાકોરામાંથી એક હાથ અંદર પેઠે. તેણે બારીની ઠેસી ઊંચી કરી અને બારી ઊઘડી ગઈ.
અંદર તો એક જ માણસ આવ્ય; પરંતુ તેના બીજા મદદનીશ આસપાસ હોવા જોઈએ, તેમની તપાસ રાખવા કાઉટે અલીને ઇશારો કર્યો. અલીએ તરત કાઉંટનું દયાન શેરીના અંધારા તરફ ખેંચ્યું કાઉંટ પોતાની ટેવાયેલી આંખે જોઈ શક્યો કે એક માણસ ત્યાં ઊભો ઊભો કંઈક ઊંચેથી આ તરફ નજર રાખી રહ્યો હતો.
કાઉટે અલીને શેરીવાળા માણસ ઉપર બરાબર નજર રાખવા જણાવ્યું, અને પોતે અંદર આવેલા માણસની હિલચાલ તપાસવા માંડી.
પેલાએ અંદર આવી ટેબલનું ખાનું ઉઘાડવા પોતાની સાથેનું કૂંચીઓનું ઝૂમખું અજમાવવા માંડયું પરંતુ અંધારામાં જોઈતી ચાવી ઝટ જડી નહિ; એટલે તેણે પોતાની પાસેના ચેરફાનસની કળ ઉઘાડી અને થે ડું અજવાળું કર્યું.
કાઉંટ ચેરના મોં ઉપર થોડું અજવાળું પડતાં જ ચમક્યો. “ઓહો ! આ તો–' એમ ધીમેથી બોલી તે બેએક ડગલાં પાછો ખસ્યો. તરત અલી પોતાની ફરસી લઈ તે ઓરડા તરફ આગળ વધ્યો. કાઉંટે