________________ 218 આશા અને ધીરજ છે. જે ઉસ્તાદોને તમે તલવારની પટ્ટાબાજીમાં હરાવ્યા છે, તેઓએ જ તમારી કીર્તિ ચોમેર ફેલાવી છે.' પણ તે મને પિસ્તોલ ફોડતાં કદી જોયો છે?' “કદી નહિ.” કાઉન્ટ તરત એક પાટિયા ઉપર ગંજીફાને ચોકડીને એક્કો લગાડ્યો. પછી એક પિસ્તોલ લઈ ચેકડીના ચિત્રાના ચાર ખૂણા ચાર ગોળીથી એક્સરખા ઉડાવી દીધા. મેકિસમિલિયન એ પાન હાથમાં લઈને જોતાંવેંત જ ચમકી ઊઠો. તે પનું ઇમેન્યુઅલને બતાવતાં તે બોલી ઊઠ્યો, “બાપરે! કાઉન્ટ, પ્રભુના નામથી તમે આબર્ટને મારી ન નાખશો! તેને બિચારાને મા છે.' ખરી વાત! મારે મા નથી.' આ શબ્દો કાઉન્ટ એવી રીતે બોલે, જેથી મેકિસમિલિયન ધ્રૂજી ઊઠયો. તે બોલ્યો, “પણ કાઉન્ટ, અપમાન તમારું કરવામાં આવ્યું છે ને ?' હા; તેનું શું?' એને અર્થ એ છે કે, તમને પહેલી ગોળી છોડવાનો હક રહેશે. તમે ગોળી તાકવાની કુશળતા બતાવી છે, તે જોતાં તમે સહેજે તેને યોગ્ય જગાએ ગેળી મારી ઘાયલ કરી શકશે; તેથી જ મેં તમને કહ્યું કે, તેને મારી ન નાખશે.” પણ તમારે કોઈને આલ્બર્ટ તરફ દયાભાવથી વર્તવા માટે વકીલાત કરવાની જરૂર જ નથી. હું તેના તરફ એટલી બધી દયા બતાવવાનું છું કે, તે તે તેના બે સાથીદારો સાથે દ્વંદ્વયુદ્ધને અંતે શાંતિથી ઘેર પાછો ફરશે; પણ હું તે -' આગળ બોલો!' ‘મારી બાબતમાં જુદું જ બનશે. મારા સાથીદારોએ મને ઊંચકીને લઈ જવો પડશે. પણ ચાલો, હવે વખત થઈ ગયો છે; આપણે વેળાસર મેદાન ઉપર પહોંચવું જોઈએ.”