________________ વંદ્વયુદ્ધ બહાર ગાડી તૈયાર ઊભી હતી. તેઓ મેદાન ઉપર પહોંચ્યા ત્યારે આલ્બર્ટના બે સાથીદારો બુશેપ અને શેટ-રેને ત્યાં આવી ગયેલા હતા. મેન્ટક્રિસ્ટેએ નીચે ઊતરી, ઍકિસમિલિયનને એક બાજુ લઈ જઈને પ્રશ્ન પૂછ્યો: “મેંકિસમિલિયન, તારું હૃદય હજુ મુક્ત છે કે બંધાઈ ચૂક્યું છે?' મેકિસમિલિયન નવાઈ પામી કાઉન્ટ સામું જોઈ રહ્યો. કાઉન્ટ તેને કહ્યું, “તારે બીજો કોઈ ભેદ ખેલવાની જરૂર નધી. માત્ર “હા” કે “ના” કહીશ તો પણ ચાલશે.” હું એક સ્ત્રીને પ્રેમ કરું છું, કાઉન્ટ.' “તું તેને પ્રાણ પણે ચાહે છે?' મારા જીવનથી પણ વધુ.’ એક વધુ આશા તૂટી પડી,” કાઉન્ટ બોલ્યો. પછી એક નિસાસા સાથે તે ગણગણ્યો, “બિચારી હૈદી!' હેદી માટે તેમણે મૅકિસમિલિયનને જ વિચારી રાખ્યો હતે ! ઍકિસમિલિયન પછી બ્યુશેપ તરફ વળ્યો અને પૂછવા લાગ્યો, ‘આલ્બર્ટ મૉર્સર્ફ તમારી સાથે નથી આવ્યા, ખરું?” તેમણે સવારમાં કહેવરાવ્યું હતું કે, તે અમને મેદાન ઉપર જ મળશે.’ શેટો-રેનેએ જવાબ આપ્યો. એટલામાં એક ગાડી આવતી દેખાઈ. પણ તેમાંથી તે ડિજો અને એપિને ઊતર્યા! તેમણે કહ્યું કે, આલબર્ટે આજ સવારે અહીં મળવાને અમને સંદેશો કહાવ્યો હતો. ન્યૂશેપ અને શેટ-રેનો નવાઈ પામી એકબીજા સામે જોવા લાગ્યા. પણ એટલામાં બ્યુગૅપ બોલી ઊઠયો– “પેલે આલ્બર્ટ આવે! તે મારતે ઘડે આ તરફ આવતે લાગે છે.” પિસ્તોલ વડે વંદયુદ્ધ લડવાનું હોય, ત્યારે ઘડેસવારી કરીને