________________
માસે સમાં
જેકોપા બહુ નિરાશાજનક સમાચાર લાવ્યા હતા. લૂઈ ડાન્ટે ડોસા ભૂખમરામાં અને કોઈ ભારે આઘાતમાં મરણ પામ્યો હતા; તથા મર્સિડીસ અલાપ થઈ ગઈ હતી.
આ બાબતેા અંગે વધુ તપાસ કરવા ડાન્ટેએ જાતે જ જવું પડે. તેને પોતાના ચહેરો તથા અવાજ બદલાઈ ગયાની ખાતરી થઈ ગઈ હતી. એટલે પોતાની યાટ-નૌકા લઈ, જેકોપાના જહાજ સાથે તે સીધા માસે લ્સ બંદરે આવ્યા. લેંઘાર્ન બંદરેથી તેણે પેાતાને માટે લૉર્ડ વિલ્ભારના નામના પાસપોર્ટ કઢાવી રાખ્યા હતા. ફ્રાન્સનાં બંદરોમાં તે વખતે અંગ્રેજ પાસપાર્ટવાળાઓ તરફ બહુ આદરભાવથી વર્તવામાં આવતું; એટલે ડાન્ટને માર્સેલ્સ બંદરે દાખલ થવામાં કશી મુશ્કેલી નડી નહિ.
પોતાના પિતા જે મકાનમાં રહેતા હતા, તે આખું મકાન તેણે ૨૫,૦૦૦ ફ઼ાકમાં (એટલે કે ખરી કિંમત કરતાં ૧૦,૦૦૦ ફ઼ાંક વધુ આપીને) ખરીદી લીધું. પછી કેટલન લોકોના વાસમાં જઈ, એક ગરીબ બુઢ્ઢા માછીમાર સાથે એક કલાક ઉપરાંત પૂછપરછ કરી અને પોતાને જોઈતી બધી માહિતી મેળવી લીધી. બુઢ્ઢા માછીમારને બીજે દિવસે માછલાં પકડવા માટેની એક નવી હાડી, તદ્દન નવી જાળા સાથે ભેટમાં મળી !
તે જ દિવસે ડાન્ટે એક ઘોડા ઉપર બેસી માર્સેલ્સ છેાડી ગયા,