________________
કેડરો ભૂતકાળ ઉખેળે છે
ફ્રાંસના દક્ષિણ ભાગમાં બુકેર શહેર અને બેલિગાઈ ગામડાની વચ્ચે રસ્તા ઉપર એક વીશી આવેલી હતી. છેલ્લાં આઠેક વર્ષથી એક પતિ પત્ની આ વીશી ચલાવતાં હતાં. વીશી સારી ચાલતી હતી અને વીશીવાળો તથા તેની પત્ની સુખે દહાડા ગુજારતાં હતાં.
પરંતુ બુકેર શહેરને જોડતી નહેર બંધાયા બાદ, માલ તથા મુસાફરોને અવરજવર એ જળમાર્ગે જ વળી ગયો; અને આ વીશી પડતી દશામાં આવી ગઈ.
વીશીને માલિક ૪૦-૪૫ વર્ષની ઉંમરનો હતો. તે બીજો કોઈ નહિ, પણ આપણો જાણીતે કૅડર દરજી જ હતું. તેની પરણેતર સુંદર ઘાટની અને મજબૂત બાંધાની હતી, પણ આ તરફનું પાણી તેને લાગવાથી તથા વીશીની જાહોજહાલી ઓસરી જવાથી તે કાયમની બીમાર બની ગઈ હતી. જ્યારે ને ત્યારે તે તાવની ટાઢથી દાંત કકડાવ્યા કરતી અને ઓરડામાં હંમેશ સઘડી પાસે તાપતી જ બેસી રહેતી.
ઈ. સ. ૧૮૨૯ ની ત્રીજી જૂનના દિવસે, કેડો પોતાની રોજની રીત પ્રમાણે, ઘરાકની નિષ્ફળ રાહ જોતો દરવાજામાં ઊભો હતો. તેવામાં તેણે એક ઘોડેસવારને બળતા તાપમાં પોતાની વીશી તરફ આવતે જોયો.
કૅડરોએ લળીલળીને મહેમાનને આવકાર આપ્યો: “પધારો, પધારો સાહેબ !' પરંતુ પછી આવનાર ઘોડેસવારનો ધર્મગુરુ-પાદરીને જ જોઈ, કેડરોએ પોતાની ભૂલ સુધારી અને યથાયોગ્ય નમસ્કાર વગેરે અભિવાદન કર્યા.