SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ આશા અને ધીરજ ગભરામણ થવા લાગી. તેણે પૂછ્યું, ‘સૂર્યનું તેજ આટલું બધું આંખો ઉપર ક્યાંથી આવ્યું?' ઍકિસમિલિયન બોલી ઊઠયો, “પણ અહીં સૂર્યનું તેજ જ ક્યાં છે!” પણ એટલામાં મૅડમ ડેગ્લર્સ અને તેની પુત્રી મૅડમ વિલેફટને મળવા આવ્યા એટલે વેલેન્ટાઈન જરા જોર કરીને ઊઠી તથા તે લોકો પાસે ગઈ. મૅડમ ડેપ્લર્સ તે વખતે કહેતી હતી કે, પ્રિન્સ કેવાકેન્ટી સાથે યુજેનીનાં લગ્ન નિરધાર્યા છે, તેની ખબર સૌથી પહેલી તમને કહેવા હું આવી છું.’ | મેડમ વિલેકોર્ટે ઘણી ખુશી જાહેર કરી, તથા પ્રિન્સની કહેવાતી મબલક' દોલત વિષે સંતોષ જાહેર કર્યો. પરંતુ એટલામાં વેલેન્ટાઈન તરફ મૅડમ ડેગ્લર્સની નજર પડતાં જ તે બોલી ઊઠી, “અરે વેલેન્ટાઈન, તારી તબિયત ઠીક નથી કે શું?' - વેલેન્ટાઇને ફી હસીને કહ્યું, “મને આમ તે કશું થયું નથી, પરંતુ છેલ્લા થોડા દિવસથી કોઈ કોઈ વાર મને આવું થઈ આવે છે ખરું.’ એ સાંભળી મેડમ વિલેૉર્ટે તેને પોતાના ઓરડામાં જઈને સુઈ રહેવા કહ્યું. વેલેન્ટાઈન ત્યાંથી નીકળી ધીમે ધીમે દાદાના ઓરડાના દાદરા પાસે આવી. પણ તે વખતે જ જાણે છે) અખેમ ઉપર એક વાદળ ફરી ગયું અને તે ધબ દઈને ગબડી પડી. મેંકિસમિલિયને તેને પડતી જોઈ કે તરત તે દડવો અને તેને ઊંચકીને ઉપર લઈ આવ્યો. વેલેન્ટાઇનના માં સામું જોતાં જ નેઇરટિયર ડોસાની આંખો જાણે મદદ માટે ચીસ પાડવા લાગી. મેકિસમિલિયને તેનો અર્થ સમજી જઈ, નોકરોને બોલાવવા દાંટ વગાડ્યો એક નોકર અને દાસી તરત દેડી આવ્યાં. પણ વેલેન્ટાઇનને મડદાની પેઠે પડેલી જોતાં જ વગર કહ્યું, “દોડો દોડો! મદદ, મદદ !' એમ બૂમ પાડતાં બહાર નીકળી ગયાં.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy