SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ વેલેન્ટાઇન આફતમાં 227 ઘરમાં માણસો કોઈ ગૂઢ કારણે ટપ ટપ મરી જાય છે એ ભય તે સૌમાં પણ પેસી ગયો હતો. વિલેફોર્ટ પિતાના ઓરડામાંથી એ અવાજ સાંભળી, “શું છે, શું છે' કરતો દોડી આવ્યો. ઈરટિયરે કરેલી નિશાની સમજી જઈ, મેકિસમિલિયન તે પહેલાં એક પડદા પાછળના ભંડારિયામાં સંતાઈ ગયો. - વિલેફૉટે ઓરડામાં આવી તરત વેલેન્ટાઇનને પોતાના હાથમાં લીધી; તથા દાકતરને જલદી તેડી લાવવા બૂમ પાડી. પણ પછી કંઈક વિચાર આવતાં તે પોતે જ દાકતરને તેડવા દોડ્યો. મેકિસમિલિયન તે તકને લાભ લઈ પાછળને બારણેથી બહાર નીકળી ગયો. પણ દાકતર એવરીનીને મેંએ મૅડમ સેન્ટમેરાનના મૃત્યુ વખતે તેણે સાંભળેલા શબ્દો તેને યાદ આવ્યા; તથા બેરોઇસના મૃત્યુ વખતે પોતે જોયેલાં તેનાં લક્ષણો સરખાવતાં તેને લાગ્યું કે વેલેન્ટાઈનનાં લક્ષણે કંઈક હળવાં હોવા છતાં એકસરખાં જ છે. તે એકદમ ગભરાઈ ગયો. તે સમજી ગયો કે વેલેન્ટાઈનને પણ એ જ ઝેર આપવામાં આવ્યું છે, જેના વડે આ ઘરમાં ઘણાં તત્કાળ મોત નીપજ્યું છે. હતાશ થઈ, ગાંડાની પેઠે તે કાઉટ મોન્ટેક્રિસ્ટો પાસે દોડ્યો. કારણ કે, હમણાં જ દંયુદ્ધના મેદાનેથી પાછા ફરતાં કાઉટે તેને કહ્યું હતું કે, “જ્યારે કંઈ મોટી મુશ્કેલી આવી પડે, ત્યારે મારી પાસે જરૂર દોડી આવજે, કારણ કે, આ દુનિયામાં હું બીજાઓ કરતાં કંઈક વિશેષ સત્તા ધરાવું છું; અને તે સત્તા મારાં પ્રિયજનો માટે વાપરવાનું મને ગમે છે, તથા તું મારો પ્રિયજન છે.” કાઉટે મેકિસમિલિયનને આમ અચાનક ગાંડાની માફક દોડી આવેલ જોઈ ગભરાઈને પૂછયું, “તારે ઘેર સૌ સાજાનરવાં તે છે ને, ભાઈ ?' મેકિસમિલિયને, પહેલાં, કાઉંટના હજૂરિયાને કાનમાં કંઈક કહીને, કાઉંટની રજાથી, બહાર મોકલ્યો; તથા ત્યાર પછી નામ દીધા વિના પતે એક જણના બગીચામાં છાનામાના સાંભળેલી, મકાનના માલિકને
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy