________________ વેલેન્ટાઇન આફતમાં ટેકિર પાસેથી છૂટો પડ્યા પછી મૅકસમિલિયન વિલેફૉર્ટના મકાન તરફ વળ્યો. વેલેન્ટાઇને તેને ઊભરાતા હદયે આવકાર આપ્યો; તથા જણાવ્યું કે, “મારું શરીર અહીં ઠીક નથી રહેતું એમ માની, મારા દાદા હવે ઝટપટ ઘર બદલવા માગે છે.' ઍકિસમિલિયને ચિંતામાં પડી જઈને પૂછ્યું, “મને પણ લાગે છે કે તમારી તબિયત છેલ્લાં બેએક અઠવાડિયાંથી બગડતી જાય છે; તમારા દાદાની તે વિશેની ચિંતા બરાબર છે.' નેઇરટિયરે પ્રશંસાના ભાવથી ઍકિસમિલિયન તરફ જોયું. વેલેન્ટાઇને આગળ ચલાવ્યું, ‘પણ મારા દાદા જ આ વખતે મારા દાક્તર બન્યા છે. અને તે મને કઈ દવા આપે છે, જાણો છો? તેમને માટે દાક્તર દ' એવરીની જે દવા મોકલે છે, તેમાંથી તે મને થોડી દવા પાતા જાય છે. પહેલાં એક એક ચમચો, પણ હવે ચાર ચમચા રોજ ! મારા દાદા તે દવાને સર્વ રોગ ઉપર રામબાણ દવા માને છે; પણ દુ:ખ એટલું જ છે કે, તે દવા પીધા પછી બધી વસ્તુઓમાં જાણે મને એનો જ સ્વાદ આવે છે. જેમ કે, અત્યારે હું ખાંડનું પાણી પીને આવી તે પણ તે મને એટલું કડવું લાગવા માંડ્યું કે, અર્ધો પ્યાલો પીને જ મારે છોડી દેવું પડ્યું!” વેલેન્ટાઇનના આ શબ્દો સાંભળીને નાઇટિયરની આંખો એકદમ ચિંતાતુર થઈ ગઈ. થોડી વારમાં જ વેલેન્ટાઇનને કંઈક વિચિત્ર 25 આ૦- 15