SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ 24 આશા અને ધીરજ છે; હું તેણે આપેલી રકમ સ્વીકારું છું.' આટલું બોલી તે પોતાના પુત્રના હાથને ટેકો લઈ દાદર ઊતરવા લાગી. | દરમ્યાન, કાઉન્ટ મોર્ચર્ફ સીધે કાઉન્ટ મોન્ટેક્રિસ્ટોને ત્યાં જઈ પહોંચ્યો હતો. ત્યાં જઈ, તેણે કાઉન્ટ પાસે તુમાખીથી ઢંદ્વયુદ્ધની માગણી કરી; તથા આવી રીતે વિના કારણે પોતાની સાથે દુશ્મનાવટ દાખવનાર “તું ખરેખર કોણ છે અને તને મારી સાથે શી દુશ્મનાવટ છે,” એ જાણવા ઇચ્છા દર્શાવી કાઉન્ટ જવાબમાં તરત જ અંદર જઈ પિતાનાં કપડાં દૂર કર્યા તથા ખલાસીનાં કપડાં પહેરી, તે મૉર્સર્ફ સમક્ષ હાજર થયો. મૉર્સર્ફ તેને જોતાં જ રોકી ઊઠયો. તેની આંખ ફાટી ગઈ, અને તે એક ટેબલને ટેકો લઈ માંડ માંડ ગબડી પડતે અટક્યો. પછી, કબરમાંથી બોલતે હોય તેવા અવાજે બોલ્યો, “ઍડમંડ ડા' આટલું બોલી, લથડિયાં ખાતે ખાત તે એક કારમી ચીસ પાડી પોતાની બહાર ઊભેલી ગાડી તરફ દોડ્યો, અને પોતાના હજુરિયાના હાથમાં જઈ ગબડી પડયો. ત્યાર પછી સમજાય નહિ તેવા શબ્દોમાં તે બોલ્યો, “મને ઘેર લઈ જાઓ!” ઘેર પાછો આવી તે પિતાને દાદર ચડવા જતો હતો, તેવામાં બે જણને દાદર ઉપરથી નીચે ઊતરતાં તેણે જોયાં તરત તે દાદર નીચે ભરાઈ ગયો. મર્સિડીસ અને આલ્બર્ટ દાદર ઊતર્યા પછી મર્સિડસ પોતાની ડોક વાંકી કરી ઉપરની બાજુ નજર નાખવા થોડી થોભી. આલબર્ટે ધીમેથી તેને ટકોરી, “મા, હિંમત રાખો, આ આપણું ઘર નથી !' થોડી વારે તેઓ ગાડીમાં બેઠાનો અને બારણું વસાયાનો અવાજ આવ્યો. બહારના મોટા દરવાજા આગળ થઈને ગાડી પસાર થતી હતી, તે વખતે જ એક ભડાકો મકાનમાંથી આવતા સંભળાયો; અને તે ભડાકાથી ઉપરના સૂવાના ઓરડાની એક બારીનો કાચ તૂટી પડતાં થયેલા કાણામાંથી ધુમાડાને એક ગોટે બહાર નીકળ્યો. કાઉન્ટ મોર્સ આત્મહત્યા કરી હતી.
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy