SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મહત્યા 223 હૃદયે તેણે તે પત્ર અંદર આવી પોતાની માતાને આપ્યો. કાઉંટે તેમાં લખ્યું હતું: આબર્ટ, મને ખબર પડી છે કે, તું તારી માને સાથે લઈ તારા પિતાનું ઘર છોડે છે. પરંતુ તારી માતાને શરૂઆતમાં જે તકલીફ વેઠવાની થશે, તેને વિચાર કરજે. આ બધામાં એ વ્યક્તિ જ તેના ઉપર ઘેરાઈ વળેલ દુ:ખ માટે જરા પણ જવાબદાર નથી કે લાયક પણ નથી. આલ્બર્ટ, 24 વર્ષ અગાઉ હું દેશ પાછો ફર્યો, ત્યારે મારી વિવાહિતા સાથે તરત લગ્ન કરવાના કોડભર્યો આવ્યો હતો. મેં કપરી મજૂરી કરી, લગ્ન વખતે તેને દાપા તરીકે આપવા 3000 કૂક એકઠા કરી રાખ્યા હતા; અને માર્સેલ્સમાં મારા પિતા રહેતા હતા તે ઘરના નાના બગીચામાં અંજીરના ઝાડના મૂળમાં દાટી રાખ્યા હતા. તે ઝાડ મારા પિતાએ મારા જન્મ સમયે વાવ્યું હતું. તાજેતરમાં હું પૅરિસ આવતાં માર્સેલ્સમાં થઈને પસાર થયો, ત્યારે એ ઘર આગળ જઈ આવ્યો હતો. કારણ કે, મારે મારી ઘણી દુ:ખદ સ્મૃતિઓ ત્યાં તાજી કરવી હતી. મેં પેલા ઝાડ આગળ ખેદીને જોયું, તે પેલા પૈસાવાળી પેટી બરાબર સચવાયેલી હતી મારી પાસે અત્યારે કરોડોની મિલકત છે; પરંતુ તેમાંથી તને કે તારી માતાને કાંઈ લેવાની વાત કરીને પણ હું દુ:ખી કરવા માગતો નથી. પરંતુ, આલ્બર્ટ, એક જુવાન પ્રેમીએ કાયદેસર રીતે, પોતાની વિવાહિતા માટે જે નાની સરખી રકમ પ્રમાણિક મહેનતથી કમાઈને સાચવી રાખેલી છે, તે રકમ, તું તારી માતાને લેવા દેજે - લેવાનો આગ્રહ પણ કરજે. તને તો હું કશું લેવાને આગ્રહ કરતું નથીકારણ કે તારું સ્વમાની સિહ સરખું હૃદય હું બરાબર પિછાનું છે અને તેની કદર કરું છું.” મર્સિડીસ આ કાગળ વાંચી રહી, એટલે આબર્ટ તેના સામું તેના નિર્ણયની રાહ જોઈ ચુપ ઊભો રહ્યો. મર્સિડીસે જવાબ આપ્યો, મઠમાં જોડાવા માટે જે દ ધું જોઈએ, તે આપવાનો એ માણસને હક
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy