________________ 222, આશા અને ધીરજ નાની સરખી રકમ હું એપિને પાસેથી ઉછીની લેવાનો છું. પણ મારા એ કંગાળ જીવનમાં હું તને ભાગીદાર શી રીતે બનાવી શકું?' “બેટા, તું ગરીબાઈ અને ભૂખમરામાં જીવન ગુજારવા માગે છે?' મા હું હજુ જુવાન તથા શક્તિશાળી છું. દૃઢ ઇચ્છાશક્તિનું. બળ શું કરી શકે, તેને પાઠ હું હમણાં જ શીખ્યો છું. એવા લોકો મારી નજર સામે છે, જેઓએ કલ્પી ન શકાય તેવાં દુ:ખ સહન કરી લીધાં છે; તથા આશા અને ધીરજથી નર્યા ભંગારમાંથી નવી વધુ મોટી ઈમારત ખડી કરી છે. તેમના શત્ર એ તેમને જે ઊંડી ખાઈમાં ધકેલી દીધા હતા, તેમાંથી તેઓ એવા તો તાકાત તથા કીર્તિ સાથે પાછા નીકળ્યા છે, કે જેથી તેમના દુશમનોને જ ઝાંખા પડવાને તથા પેલી ખાઈમાં ગબડવાનો વારો આવ્યો છે. આજથી હું મારા ભૂતકાળથી સદંતર છૂટો થાઉં છું. કારણ કે મા, તું સમજી શકશે કે જે માણસને પોતાનું માં શરમના માર્યા બીજા આગળ છુપાવવું પડે તેમ છે, તેનું નામ હું મારા નામ સાથે જોડી રાખવા માગતો નથી.' બેટા, હું પણ જરા વધુ હિંમતવાળી હોત, તો મેં પણ તને એજ સલાહ આપી હોત. બધા પરિચિત મિત્રોથી અત્યારે ભલે તું વિખૂટો પડ; પરંતુ હું હતાશ ન થતું. અને તારા નિર્દોષ હૃદયને નિષ્કલંક નામ જ જોઈતું હોય, તો મારા પિતાનું નામ નું સ્વીકાર. તેમનું નામ હેરીરા હતું. હું જ્યાં હોઈશ ત્યાં એ નામને થોડા વખતમાં ઉજાળીશ, એની મને ખાતરી છે.” ઠીક મા, હું એમ જ કરીશ; પણ હવે જો આપણે આપણા નિશ્ચયને કશો દેખાવ ચયા દીધા વિના અમલમાં મૂકવો હોય, તો ઉતાવળ કરવી જોઈએ. કારણ કે, મૉર્ફ હમણાં જ ગાડીમાં બેસી બહાર ગયા છે.' આલ્બર્ટ તરત એક ગાડી ભાડે કરી લાવ્યો તે ઘરમાં પિસવા જતે હતા તેવામાં એક માણસ આવી તેના હાથમાં પત્ર મૂકી ચાલ્યો ગયો. આલ્બર્ટે તે પત્ર વાંચ્યો અને પછી લાગણીથી વિવશ બનેલા